GSTV
Gujarat Government Advertisement

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું શરૂ, બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી

વરસાદ

Last Updated on June 11, 2021 by pratik shah

ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. નવસારી… વલસાડ… દીવ તેમજ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે કે સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કે કચ્છમાં ચોમાસું વિલંબે પહોંચશે. બીજી તરફ અમદાવાદમાં 15 જૂને વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

પ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થમાં સવારથી કાળાડિબાંગ વાદળો સાથે ધીમીધારે વરસાદનું આગમન

સૂત્રાપાડા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થમાં સવારથી કાળાડિબાંગ વાદળો સાથે ધીમીધારે વરસાદનું આગમન થયું છે. જેના લીધે પ્રાચી તીર્થમાં ચારેબાજુ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તો આની સાથે સૂત્રાપાડા તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ પણ ચાલુ થઈ ગયો છે.

ચોમાસાનું આગમન

આખરે દક્ષિણ-પશ્ચિમના ચોમાસાનું આગમન તાપી જિલ્લામાં થઈ ગયું છે. જેના લીધે વરસાદ શરૂ થયો હતો. તો તાપી જિલ્લાના વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના પંથકમાં પણ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત તાપીના વ્યારા નગરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ તૂટી પડ્યો હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

તમે દર મહિને 42 રૂપિયા રોકાણ કરી મેળવો 1000 રૂપિયા પેન્શન, અટલ પેન્શન યોજનામાં સુરક્ષા પણ અને નાણાં પણ

Vishvesh Dave

ખુશખબર/ DAની જાહેરાત પહેલાં આ સરકારી કર્મચારીઓ માટે આવ્યા આનંદના સમાચાર, મેડિક્લેમની મર્યાદા 5 ગણી વધી

Pritesh Mehta

કોરોના કાળમાં સરકારની કામગીરીથી લોકો નારાજ, વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે તૈયારીઓ આરંભી: શું થશે ફેરફાર!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!