GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવન સાથે વરસાદનું આગમન, કચ્છનાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી

જામનગરમાં ગાજવીજ સાથે વરસાદ થતા સરકારનો રાસાયણિક ખાતરનો જથ્થો પલળી ગયો. બેડી યાર્ડ રેકમાં અંદર અને બહાર સરદાર યુરિયાની ખુલ્લામાં રહેલી સેંકડો બોરીઓ પર વરસાદ પડ્યો. જેના કારણે કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું.

દેવભૂમી દ્વારકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જો કે તે પહેલા ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.

અમરેલીમાં રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ખેરા અને પટવા ગામમાં પવનના સુસવાટા સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ. સૌરાષ્ટ્રની સાથે-સાથે કચ્છ પંથકમાં પણ વાયુ વાવાઝોડાની અસર જોવા મળી હતી. ભૂજ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પવન સાથે વાતાવરણમાં ધૂળની ડમરીઓ ઉડવાને વાહનચાલકોને હાલાકી પડી.

READ ALSO

Related posts

એક જ ફ્લેટમાં અને એક જ પરિવારમાં 10ને કોરોનાનો ચેપ લાગતાં AMCએ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કર્યો

Bansari

જામનગરને પીવાનું પાણી પુરૂ પાડતા રણજીત સાગર અને ઉંડ ડેમમાં નવા નીર આવ્યા

pratik shah

અમદાવાદ જિલ્લો હવે કોરોનાના ભરડામાં : પાંચ તાલુકામાં વધુ 15 કેસો, ચેપગ્રસ્તોની સંખ્યા 876 પર પહોંચી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!