દેશભરમા વરસાદની રહેમ થઇ છે જોકે ઘણી બધા સ્થાનો પર તેણે કહેર પણ વરસાવ્યો છે. આ વચ્ચે હવામાનનું અનુમાન કરનાર સંસ્થા સ્કાયમેટે આવનાર ચોવીસ કલાક દરમ્યાન દેશના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરી છે… સંસ્થાના જણાવ્યા મુજબ મધ્ય પ્રદેશમા ભારે વરસાદની આશા છે તો પૂર્વ રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગો, ઉપ હિમાલયી પ.બંગાળ, સિક્કિમ, અસમ, મેધાલય, નાગાલેન્ડ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ઓછાથી મધ્યમ વરસાદ થઇ શકે છે. ઉત્તરાખંડ,પંજાબ,હરિયાણાના કેટલાક ભાગો, દિલ્લી, પ.ઉત્તર પ્રદેશ, કોંકણ અને ગોવા સહિત તટીય કર્ણાટક અને કેરલમા મધ્યમથી સામાન્ય વરસાદ પડવાની સંસ્થાએ આગાહી કરી છે. જોકે, રાજસ્થાન અને મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારમા ભારે વરસાદની ભારતીય મોસમ વિભાગે ચેતવણી આપી છે. જોકે સ્કાયમેટે અગાઉ કરેલી આગાહીઓ પ્રમાણે મોટાભાગના વિસ્તારોમા વરસાદે પોતાની હાજરી નોંધાવી છે. જયારે દિલ્લીમા પડેલા વરસાદ બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવા સહિત ગંદકી અને કચરો ભેગો થવાને કારણે લોકોની સમસ્યા વધી ગઇ છે. ગુજરાતમાં પણ અા જ સ્થિતિ છે.