GSTV
Home » News » ઉત્તર ભારતમાં વરસાદનો મહાપ્રકોપ, વધુ 30નાં મોત

ઉત્તર ભારતમાં વરસાદનો મહાપ્રકોપ, વધુ 30નાં મોત

દેશના અનેક રાજ્યોમાં વરસાદને કારણે ભારે પૂરની સિૃથતિ સર્જાઇ છે, જેને પગલે અનેક લોકોના મોત નિપજ્યા છે. સૌથી ખરાબ સિથતિ ઉત્તરાખંડની છે જ્યાં વધુ 12 લોકો મૌતને ભેટયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઓડિશામાં પણ પૂરની ભારે અસર છે. દિલ્હીમાં યમુના નદીએ ભયજનક સપાટીને વટાવી દીધી છે જેને પગલે નદીની આસપાસના ગામડાઓના મળીને આશરે 10,000 લોકોને સુરક્ષીત સૃથળે ખસેડવામાં આવ્યા છે.

સોમવારે જ આ નદીએ ભયજનક સપાટી વટાવી દીધી હતી. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે લોકોને ચેતવણી આપતા કહ્યું કે પાણીનું સ્તર યમુના નદીમાં હજુ પણ વધવાની ભીતી છે જેને પગલે લોકોને સુરક્ષીત સૃથળે ખસેડાયા છે. લોકોને મદદ કરવા માટે પ્રશાસને 30 બોટને પણ તૈયાર રાખી છે.  તેવી જ સિૃથતિ પંજાબ અને હરિયાણાની છે, પંજાબમાં સૈન્ય, એરફોર્સની મદદ લેવી પડી છે. આ બન્ને રાજ્યોમાં પૂર અને ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાક નાશ પામ્યો હતો. રાજ્ય સરકારે અનેક વિસ્તારોને લઇને ચિંતા વ્યક્ત કરી છે અને આ માટે વિશેષ બેઠક બોલાવી સહાયની જાહેરાત પણ કરી છે. બન્ને રાજ્યોમાં આશરે એક હજારથી વધુ લોકો પૂરમાં ફસાયા હતા જેમને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.

1000માંથી 700 માત્ર પંજાબના રૂપનગર જિલ્લાના છે. સૈન્યએ પુરથી લોકોને બચાવવા માટે એક વિશેષ ટુકડીની રચના કરી હતી. અહીંના ભાખરા ડેમે ભયજનક સપાટીને પાર કરી લીધી છે. તેવી જ રીતે હરિયાણામાં પણ ભારેથી અતી ભારે પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. અહીં ફિરોઝુર-જાલંધર શહેર વચ્ચે ચાલનારી આઠ ટ્રેનોને પૂરને કારણે રદ કરવી પડી હતી. જ્યારે કેટલાક વિસ્તારોમાંથી આશરે 600 લોકોને રેસ્ક્યૂ કરી લેવાયા છે.  ઉત્તરાખંડમાં પૂર અને વરસાદની વિવિધ ઘટનાઓમાં 12 લોકો માર્યા ગયા હતા. જ્યારે પાંચ લોકો હજુ પણ ગુમ છે. સૌથી ખરાબ સિૃથતિ વાળા વિસ્તારોમાં એરફોર્સ દ્વારા ત્રણ હેલિકોપ્ટરની સુવિધા અપાઇ છે.

કૈલાસ માનસરોવર યાત્રાને પણ રદ કરવી પડી છે, અનેક યાત્રાળુઓને પરત બોલાવી લેવાયા છે. અહીંના લમારી વિતારમાં યાત્રાની 17મી ટુકડી પહોંચી હતી જેને પરત બોલાવી લેવામાં આવી છે. આ ઉપરાંત જે આઠમી ટુકડી રવાના થવાની છે તેમને પણ મોડુ થશે તેવી સુચના આપી દેવાઇ છે, અત્યાર સુધીમાં 13 ટુકડીઓએ યાત્રા પૂર્ણ કરી લીધી છે. હિમાચલ અને ઉત્તરાખંડમાં સૌથી ખરાબ સિૃથતિ છે, અહીં ભુસ્ખલનની પણ અનેક ઘટનાઓ સામે આવી ચુકી છે. મહારાષ્ટ્રમાં પણ પુરની સિૃથતિ છે, ત્યારે ગરીબો અને વંચીતોને મદદ માટે હવે ધાર્મીક સૃથળો પણ આગળ આવ્યા છે, મહારાષ્ટ્રના ત્રંબકેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર પીડિતોને રાહત પેેટે આશરે 26 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. ઉત્તર ભારતમાં સોમવારે વધુ 30 લોકો માર્યા ગયા હતા. હિમાચલ પ્રદેશમાં જ 24 કલાકમાં ભારેથી અતી ભારે વરસાદ પડયો છે અને રાજ્યમાં આટલા વર્ષોમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.

Read Also

Related posts

DRDOની વધુ એક ઉપલબ્ધિ, 70 કિમી રેન્જવાળી ઓલ વેધર અસ્ત્ર મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ

Riyaz Parmar

આ દેશમાં રૂપિયાની નહીં પણ ટોઈલેટની થઈ ચોરી, કિંમત જાણશો તો આંખો ફાટી જશે

Kaushik Bavishi

માંદા અર્થતંત્રને સાજુ કરવા મોદી સરકારે કમર કસી, વધુ એક ‘બુસ્ટર ડોઝ’ આપવાની તૈયારી

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!