GSTV
Home » News » સુરત જિલ્લામાં શેરડીના પાકને લાગ્યું ગ્રહણ, કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી

સુરત જિલ્લામાં શેરડીના પાકને લાગ્યું ગ્રહણ, કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલી વધી

સુરત જિલ્લામાં શેરડી પકવતા ખેડૂતોની મુશ્કેલી વધી છે. વાવાઝોડા બાદ સુરત જિલ્લામાં શેરડી કાપણીને હવે ગ્રહણ લાગ્યું છે. વરસાદી ઝાપટા વચ્ચે કાપણી પાછળ ઠેલાતાં સુગર સંચાલકો ચિંતિત બન્યા છે. દક્ષિણ ગુજરાતની સુગર મિલો લગભગ 1લી નવેમ્બરથી શેરડીની કાપણી શરૂ કરવાની તૈયારીમાં હતી. અતિવૃષ્ટીને કારણે ખેતરોમાં પાણી ભરાઇ જવાથી કાપણી લંબાવી 7 નવેમ્બરે કરવામાં આવી હતી. ત્યાં ફરી વખત વાવાઝોડાની અસરથી માવઠાને પગલે કાપણીની તારીખ ફરી લંબાવાઇ છે. હવે કાપણી પંદર નવેમ્બર સુધી લંબાય તેવી શક્યતા છે. આવામાં શેરડીના વળતર રૂપે સમયસર ભાવ ચૂકવણી પણ પડકાર બને તેવી શક્યતા છે.

READ ALSO

Related posts

મારૂતિ સુજુકીએ ગ્રાહકોને આપ્યો ઝટકો, ગાડીઓની કિંમતમાં આટલા પ્રમાણમાં કર્યો વધારો

Ankita Trada

આદુંનું પાણી છે ખૂબ ફાયદાકારક, શરીરનું આ રોગોથી કરે છે રક્ષણ

pratik shah

IPL 2020: મેચના સમયમાં ફેરફાર મામલે લેવાયો મહત્વનો નિર્ણય, જાણો કેટલા વાગે શરૂ થશે મેચ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!