GSTV
Gujarat Government Advertisement

ઉત્તર પ્રદેશ, તેલંગાણા, ઉત્તરાખંડમાં વરસાદને કારણે 47 લોકોનાં મોત, મેઘરાજા હવે ગુજરાત તરફ

Last Updated on September 28, 2019 by Mayur

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને તેલંગાણા સહિત દેશના વિવિધ ભાગોમાં શુક્રવારે વરસાદ સંબંધિત અલગ અલગ ઘટનાઓમાં કુલ 47 લોકોના મોત નીપજ્યા હતા. ઉત્તર પ્રદેશમાં ગુરૂવારથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે, જેમાં વરસાદ સંબંધિત વિવિધ ઘટનાઓમાં 44 લોકોના મોત નીપજ્યાં હતાં. શુક્રવારે પણ રાજ્યમાં ભારે વરસાદને કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું.

રાજ્યમાં ભારે વરસાદને પગલે સરકારે લખનઉ, અમેઠી, હરદોઈ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં સ્કૂલો બંધ રાખવાના આદેશો આપ્યા છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદના કારણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ડિવિઝનલ કમિશનર્સ અને જિલ્લા મેજિસ્ટ્રેટને અસરગ્રસ્ત લોકોને તાત્કાલિક રાહત પૂરી પાડવા માટે જરૂરી પગલાં લેવા નિર્દેશો આપ્યા છે.

મુખ્યમંત્રીએ અધિકારીઓને વરસાદની ઘટનાઓમાં માર્યા ગયેલાઓના પ્રત્યેક પરિવારોને રૂ.   ચાર લાખની સહાય પૂરી પાડવા જણાવ્યું છે. તેલંગાણામાં ભારે વરસાદથી નારાયણાપેટ જિલ્લામાં એક મકાનની છત તૂટી પડતાં આઠ વર્ષની બાળકી અને તેની માતાને ઈજા પહોંચી હતી. હૈદરાબાદ અને રાજ્યના અન્ય અનેક વિસ્તારોમાં ગુરૂવારથી ભારે વરસાદ પડી રહ્યો છે.

હૈદરાબાદના એમ.એસ. મક્થા વિસ્તારમાં હુસૈન સાગર તળાવને જોડતી એક નહેરની સંરક્ષિત દિવાલ તૂટી પડતાં 200 ઘરમાં પાણી ભરાઈ ગયું હતું. ઉત્તરાખંડમાં અલમોરા જિલ્લામાં એક ગામમાં વીજળી પડતાં બે મહિલાઓનાં મોત નીપજ્યાં હતાં. મહારાષ્ટ્રના પૂણેમાં ગુરૂવારે વરસાદ સંબંધિત ઘટનાઓમાં 17 લોકોના મોત થયાના બીજા દિવસે શુક્રવારે હવેલી, ભોર, પુરન્દર અને બારામતી તાલુકામાં સ્કૂલો બંધ રખાઈ હતી.

પૂણે શહેર અને જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ભરાવાના કારણે અંદાજે 3,000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તેમ પોલીસે જણાવ્યું હતું. બારામતી તાલુકામાં 2,500થી વધુ લોકોને સલામત સ્થળે ખસાડાયા હતા. શુક્રવારે સલામત સ્થળે ખસેડવામાં આવેલા લોકોની સંખ્યા 15,000 સુધી પહોંચી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!