GSTV
Dwarka Gir Somnath Junagadh Trending ગુજરાત

મેઘ મલ્હાર/ સૌરાષ્ટ્રના આ જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, અહીં તો ખાબક્યો છ ઇંચ વરસાદ

વરસાદ

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો.દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસાદનું આગમન થયું હતુ.ધીમીધારે વરસાદ થતાં લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.ખંભાળીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો.વરસાદ થતાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી.

દરિયા કાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ

ગીર સોમનાથના કોડીનાર અને દરિયા કાંઠાના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.ભારે પવન સાથે વરસાદ થતા પાણી વહેતા થયા હતા.પ્રવાસન સ્થળ દીવમા પણ વરસાદી ઝાંપટા પડયા હતા.ત્રણ ચાર દિવસના વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઇ હતી.

વરસાદ

ત્રણ દિવસના બ્રેક બાદ પવન સાથે વરસાદ તૂટી પડયો

ગીર-સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા ત્રણ દિવસના બ્રેક બાદ પવન સાથે વરસાદ તૂટી પડયો હતો. સૂત્રાપાડાના વડોદરા, પ્રશ્નાવડા, લોઢવા સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. જેથી ખેડૂતોમાં સારા વરસાદની આશા બંધાઈ હતી. વરસાદને લીધે વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી.

અસહ્ય બફારા વચ્ચે અચાનક વરસાદ તૂટી પડયો

જૂનાગઢ જિલ્લાના કેશોદ ટાઉનમાં અસહ્ય બફારા વચ્ચે અચાનક વરસાદ તૂટી પડયો હતો. સમગ્ર દિવસ દરમ્યાન ધીમીધારે વરસાદ વરસ્યો. જેના લીધે ખેતરમાં વાવણીમાં બાકી રહેલા ખેડૂતોએ મગફળીની વાવણી કરી હતી. કેશોદમાં અત્યાર સુધી કુલ છ ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. જો કે, કેશોદમાં નદી-નાળા ભરાય તેવા સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. જેનાથી રોડ-રસ્તા પરની ગંદકી દૂર થાય અને લોકોને વરસાદનો સંતોષ થાય.

Read Also

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV