GSTV
Home » News » સૌરાષ્ટ્ર સહિતના આ પંથકમાં વરસાદ, ખેડૂતોને આ હદ સુધી ઉઠાવવું પડશે નુકસાન

સૌરાષ્ટ્ર સહિતના આ પંથકમાં વરસાદ, ખેડૂતોને આ હદ સુધી ઉઠાવવું પડશે નુકસાન

સૌરાષ્ટ્ર સહિતના આ પંથકમાં વરસાદ, ખેડૂતોને આ હદ સુધી ઉઠાવવું પડશે નુકસાન

સમગ્ર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન સાથે ગઈ કાલે વરસાદ વરસતા ઘંઉ વરિયાળી જીરું એરંડા અને શાકભાજી જેવા પાકોમાં ભારે નુકસાન જોવા મળ્યું છે. ભારે પવનથી તમામ પાકો જમીનદોસ્ત થઈ ગયા છે. અને આ કારણે ખેડૂતોને ભારે નુકસાન થતા ખેડૂતોને હાલ રોવાનો વારો આવ્યો છે. હવે સરકાર ખેડુતો માટે કંઈ કરે તેવી ખેડૂતો આશ લગાવી રહ્યા છે.

રાજયમાં જુદાજુદા સ્થળો પર વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ત્યારે સુરત જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. બારડોલી પંથકમાં ધીમેધીમે વરસાદ શરૂ થયો હતો. શિયાળાના સમયમાં વરસાદના કારણે પલટો આવતા ઠંડકમાં પણ વધારો થઇ ગયો હતો. વરસાદના કારણે લોકો સહિત વિશેષ કરીને ખેડૂતો ચિંતાતુર જણાયા.

સોમનાથ મંદિર સહિત આસપાસના વિસ્તારમાં વહેલી સવારે વરસાદ થયો. વહેલી સવારથી ધીમી ધારે વરસાદ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે. કાળા ડિહાંગ વાદળો છવાતાં વરસાદી માહોલ સર્જાયો છે. તો અચાનક પલટાયેલા હવામાનને કારણે ખેડૂતો પાક નુકસાનની ભીતી સેવી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં બેવડી ઋતુના માહોલ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતા. જ્યારે આજે સવારે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જોરદાર પવન સાથે વરસાદ પડ્યો હતો. અચાનક શરૂ થયેલા વરસાદને પગલે શહેરના રસ્તાઓ પર પાણી ફરી વળ્યું હતું. કમોસમી વરસાદને લીધે ખેડૂતોને પાકને નુકસાની ચિંતા સતાવી રહી છે.

છોટા ઉદેપુર અને નર્મદા પંથકમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો. સાંજના સમયે બોડેલી પંથકમાં વરસાદ વરસ્યો જેના કારણે ઠંડક પ્રસરી ગઇ છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાય ગયા છે. નર્મદા જિલ્લામાં ભારે પવનના કારણે વીજળી પણ ગુલ થઇ ગઇ હતી.

Related posts

કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે સુરતમાં કોને ઢોર માર મારવાની વાત કરી

Nilesh Jethva

ખાખી વર્દી ફરી ખરડાઈ, હોટલમાં ચા-નાસ્તા માટે ઉભું રહેવું પડ્યું ભારે

Nilesh Jethva

રાજ્યના આ વિસ્તારમાં કોંગ્રેસમાં ભંગાણ, 400થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!