GSTV
Home » News » રાજ્યનાં આ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, ધરા પાણીથી થઈ તરબોળ

રાજ્યનાં આ વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ, ધરા પાણીથી થઈ તરબોળ

જામનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.જામજોધપુમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.જેને લઇને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જામનગરમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે..વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.અસહ્ય બફારામાંથી લોકોને રાહત મળી હતી.

વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો.વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.જેને લઇને લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો.

દેવભૂમી દ્વારકારમાં ભારે વરસાદ વરસ્યો છે.સતત બે કલાક વરસેલા વરસાદથી ગોળીબાર હનુમાનજીના મંદિરની બાજુમાં આવેલી વ્રજધામ સોસાયટીમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.નિચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ઘુસી ગયા છે.

જેને લઇને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.અમરેલી રાજુલા પંથકમાં વરસાદ વરસ્યો હતો..અમરેલીનો ઘાતરવડી ડેમ-1 ઓવરફ્લો હતો..છતડીયા રોડ પર આવેલા સૂર્યા બંગલોઝ..મન મંદિર રેસિડેન્સી.બજરંગ રેસિડેન્સી સાહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.વરસાદે પાલિકા તંત્રની પોલ ખોલી નાખી છે.ખેતરોમાં પાણીથી તરબોર થઇ ગયા છે.

છતડીયા રોડ પર આવેલા કોઝવે પર પાણી વહેતા થયા હતા.પોરબંદરમાં ભારે વરસાદ વરસ્યો છે..બરડા ડુંગરનાં વરસાદને કારણે બરડા પંથકમાં પાણી ઘુસી ગયા છે.પોરબંદરથી ભાણવડ જતો રસ્તા પાણી પાણી થઇ ગયો છે..નાગકા,બખરલા સહિતના રોડ પર પાણી ફરી વળ્યા છે..લોકોને ભારે મુશકેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

READ ALSO

Related posts

કમલનાથે કહ્યું, રાજ્યમાં પૂરની સ્થિતિ છે ત્યારે ભાજપના નેતા કલાકારી કરી રહ્યા છે

Nilesh Jethva

બસપાના ધારાસભ્યો કોંગ્રેસમાં સામેલ થતા માયાવતીએ કર્યા આકરા પ્રહારો, સીએમ ગહેલોતે પણ કર્યો વળતો હુમલો

Nilesh Jethva

આ કંપનીના એમ્પલોય પોતે નક્કી કરે છે સેલેરી, પોતે ઈચ્છે ત્યારે વધારો કરી શકે છે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!