છોટાઉદેપુરમાં છેલ્લા કેટલા દિવસના વિરામ બાદ આજે નસવાડી,,બોડેલી,પાવીજેતપુર, કવાંટ સહિતના વિસ્તારોમાં મેઘરાજાએ ધીમી ધારે આગમાન કર્યુ હતું. જિલ્લામાં સર્વત્ર વરસાદ થયો હતો. સંખેડામાં બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ તો કવાંટમાં દોઢ ઇંચ, છોટાઉદેપુર અને બોડેલીમાં અડધો ઈંચ વરસાદ અને નસવાડી,પાવી જેતપુર માં ધીમી ધારે વરસાદ પડ્યો હતો.

એક પખવાડિયાનાં વિરામ બાદ વરસાદની એન્ટ્રી થતાં ખેડૂતોમા ખુશીનો માહોલ સર્જાયો હતો. તો બોડેલી પંથકમા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી. લાંબા વિરામ બાદ ફરી વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. ધોધમાર વરસાદને કારણે પંથકમાં વરસાદ થતા વાતાવરણ ઠંડક પ્રસરી

તો આ તરફ બહુચરાજીમાં વાતાવરણે ફરી એકાએક પલટો લીધો છે. શહેર પર કાળા ડીબાંગ વાદળોનું આગમન થતા લોકોમા આનંદની લાગણી પ્રસરી ગઇ હતી. ગરમીના ઘટાડાને કારણે વાતાવરણ ઠંડકભર્યું થઇ ગયુ હતું અને થોડી વારમા ઝરમર ઝરમર વરસાદની સવારી આવી પહોંચી હતી. પણ વરસાદના આગમનના તુરંત બાદ શહેરની વિજળી વેરણ થઇ જતા લોકોમા થોડી નિરાશા વ્યાપી હતી. પરંતુ તેમને મન વરસાદનું આગમન ખુશ કરનારુ હતું.

રાજયભરમાં વરસાદની રાહ જોવાઇ રહી છે ત્યારે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે. આણંદના વિદ્યાનગર અને કરમસદમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અચાનક વરસાદ પડ્યો હતો. વરસાદી ઝાપટાને કારણે ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.
- 9000 કરોડના કૌભાંડી વિજય માલ્યા મામલે મોદી સરકારના મોટા ખુલાસા, જાણી લો પ્રત્યાર્પણ માટે શું કરી રહી છે સરકાર?
- ઘર્ષણ/ બંગાળમાં BJPના રોડ શો પર પથ્થરમારો: ભાજપ પ્રમુખ દિલિપ ઘોષ માંડ માંડ બચ્યા, જોઈ લો આ વીડિયો
- હવે Dettolથી પણ તપાસી શકશો pregnancy test, જાણો કેવી રીતે જાણી શકાશે તેનું રિઝલ્ટ
- હોસ્પિટલના વોર્ડબોયનું કોરોના રસી લીધા બાદ મોત : સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો આ ખુલાસો, પરિવારનો વેક્સિનથી મોતનો આક્ષેપ
- અમદાવાદ: રસી લેનાર લાભાર્થીઓમાં ન મળી કોઈ આડઅસર, મેડિકલ કાઉન્સિલના પ્રમુખે કરી GSTV સાથે ખાસ વાત