GSTV
Home » News » ‘વાયુ’ ફંટાયુ પણ અસર મુકતું ગયું, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં મન મુકીને વરસ્યા મેઘરાજા

‘વાયુ’ ફંટાયુ પણ અસર મુકતું ગયું, સૌરાષ્ટ્રના આ જિલ્લામાં મન મુકીને વરસ્યા મેઘરાજા

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાંથી ઉદભવેલા વાયુ ચક્રવાતે દિશા બદલી નાખતા તે ઓમાન તરફ ફંટાયુ છે. જેથી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારમાંથી ઘાત ટળી છે. જોકે ગુજરાત પર હજુય ખતરો મંડરાયેલો રહ્યો છે જેના લીધે સરકારે આ બાબતની ગંભીરતા લઇને વધુ 15 જૂન સુધી હાઇએલર્ટ યથાવત રાખ્યુ છે.આજે ગાંધીનગરના કંટ્રોલ રૂમમાં વાયુ વાવાઝોડાની સ્થિતિ પર સમીક્ષા હાથ ધરાશે. હાલમાં પાટનગર ગાંધીનગરમાં ૧૪ આઇએએસ અધિકારીઓ વાવાઝોડાની સ્થિતી પર નજર રાખી સ્થાનિક-જીલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન કરી રહ્યાં છે. વાવાઝોડાનુ સંક્ટ ટળ્યુ છે તેમ સમજવાની જરુર નથી. હજુય વાવાઝોડાની ગંભીરતાને જોતાં સરકાર-તંત્ર એલર્ટ છે. વાવાઝોડુ હજુય સૌરાષ્ટ્ર માટે ભયજનક જ છે જેથી સરકારે ૧૫ જૂન સુધી એલર્ટ યથાવત રાખ્યુ છે.

જૂનાગઢ

સૌરાષ્ટ્ર સહિત જૂનાગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલે રાતભર જૂનાગઢ શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો. જેમાં વંથલીમાં સૌથી વધુ સાડા ત્રણ ઈંચ, મેંદરડામાં 3 ઈંચ માળિયામાં પોણા 3 ઈંચવરસાદ વરસ્યો છે. જ્યારે જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે.

કેશોદ

કેશોદમાં પવન સાથે ધીમી ગતિએ રાતભર વરસાદ પડ્યો હતો. કેશોદ કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર અત્યાર સુધીનો કુલ 34 એમએમ વરસાદ નોંધાયો છે. શહેરના અજાબ રોડ પર અને માંગરોળ રોડ પર વરસાદ અને પવનના લીધે મોટા વૃક્ષ ધારાશાયી થયા હતા. જોકે તાલુકામાં હળવા પવન સાથે પડી રહેલા છુટા છવાયા વરસાદથી કોઇપણ જાતનું નુકશાન નથી થયું. વંથલી, માળિયા, માંગરોળ તેમજ કેશોદ તાલુકામાં વાવણી લાયક વરસાદ પડતા ખેડુતોમાં ખુશી જોવા મળી છે.

ગોંડલ

ગોંડલમાં પણ મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો. વાયુ વાવાઝોડાના કારણે માત્ર ગોંડલ જ નહીં પણ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે. ત્યારે વાવણી લાયક વરસાદ પડવાના કારણે ખેડૂતોમાં ખુશીના લાગણી છવાઈ છે.

અમરેલી

અમરેલીમાં પણ મોડીરાતથી ધોધમાર વરસાદ વરસ્યો છે. અમરેલીના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વડીયા, ખાંભા, રાજુલા, લાઠી બાબરા સહિતના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે.

ગીરસોમનાથ

વાયુ ચક્રવાતની અસર તળે ગીરસોમનાથમાં પણ વરસાદ વરસ્યો છે. છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ તલાલામાં છ ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો.જ્યારે સુત્રાપાડામાં પોણા છ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે..જ્યારે વેરાવળમાં બે ઈંચથી વધુ, ગીર ગઢડામાં એક ઈંચથઈ વધુ વરસાદ નોંધાયો છે..આ સિવાય ઉનામાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે.

ભાવનગર

વાયુ ચક્રવાતની અસર વચ્ચે ભાવનગરમાં પડેલા વરસાદે હાલાકી વધારી દીધી છે. શહેરના કુંભારવાડા વિસ્તારમાં નજીવા વરસાદમાં પણ પાણી ભરાયા છે. જેના કારણો લોકોએ હાલાકી વેઠવી પડી રહી છે. લોકોએ ભરાઈ રહેલા પાણીમાંથી પસાર થવુ પડે છે. હજુ તો ચોમાસાની શરૂઆત પણ નથી થઈ અને માત્ર ચક્રવાતની અસર અંતર્ગત વરસાદ વરસ્યો અને પાણી ભરાયા છે.

ભાવનગરના મહુલામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો. મહુવા શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ પવન સાથે ભારે વરસાદનું આગમન થયુ. મહુવાના દરિયા કિનારના વિસ્તારમાં વાવાઝોડાનુ સંકટ ટળ્યુ છે. પરંતુ આ વિસ્તારમાં મેઘરાજાએ બરાબરની બેટિંગ કરી છે. વરસાદના કારણે અનેક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે.

જામનગર

જામનગરમાં આજે પણ ભારે પવન અને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરમાં આજે સવાર પણ ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અત્યાર સુધી ભારે પવનના કારણે 32 વૃક્ષો ધરાશાયી થયેલા છે. તંત્રએ આજે પણ શાળા કોલેજોમાં રજા જાહેર કરી છે. જામનગરમાં છેલ્લા 24 કલાકમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.

ધોરાજી

ધોરાજીમાં ગઈકાલ રાતથી ભારે પવન સાથેસાથે ધીમી ધારે વરસાદ પડયો હતો. આજ સવારના 10:30 વાગ્યા સુધીમાં લગભગ બે ઇંચ વરસાદ પડી ગયો છે. ઘણા દિવસથી ભારે બફારો અને  સૂર્યના તાપને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા ત્યારે મેઘરાજાની પ્રથમ એન્ટ્રીમાં ધીમી ધારે બે ઇંચ જેવો વરસાદ આવી જતા સમગ્ર શહેર અને તાલુકામાં ઠંડક વ્યાપી ગઇ હતી. જો હજુ વધુ વરસાદ પડશે તો ખેડૂતો વાવણી કરવાનું મન બનાવી ચુકયા છે.

Read Also

Related posts

ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ વિશ્વનું સૌથી ઊંચું બનશે મંદિર, 1000 કરોડ ખર્ચાશે

Arohi

મોટેરા સ્ટેડિયમમાં તૈયારીઓને અપાયો આખરી ઓપ, સમગ્ર શહેરમાં લાગ્યા મોદી-ટ્રમ્પના યારાનાના પોસ્ટરો

Arohi

કોરોનાથી ભારતને ફટકો નહીં પડેના દાવાઓની ખૂલી પોલ, 11 સેક્ટરને થશે ભારે નુક્સાન

Mayur
Do NOT follow this link or you will be banned from the site!