GSTV
Gujarat Government Advertisement

વાતાવરણમાં પલટો આવતા રાજ્યનાં અનેક વિસ્તારમાં મેઘમહેર, દાહોદમાં જળબંબાકાર

Last Updated on September 21, 2019 by

અરબી સમુદ્રના લો પ્રેશરની અસર સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યું છે. જેમાં ઉનાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉમેજ, કાંધી, પડાપાદર, ભાચા સહિતના ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. તો ગીર સોમનાથના કોડીનાર પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. કોડીનારના ઘાટવડ, નગડલા, જામવાળા સહિતના ગીરના ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે.

સુત્રાપાડાના પ્રાચી, ગાંગેથા, પ્રાંસલી, ટીંમડી અને ખાંભા સહિતના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. તો વેરાવળ શહેર અને પંથકમાં સવારથી ભારે વરસાદી માહોલ રહ્યો હતો. તો ગોંડલમાં પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધીમીધારે શરૂ થયેલા વરસાદે બાદમાં જોર પકડ્યુ હતુ. ભારે ઉકળાટ બાદ વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં મેઘમહેર

સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ધીમીધીરે વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ભરાયું હતુ. આ વર્ષ સારો વરસાદ થતા ખેડૂતોને સારો પાક થવાની આશા બંધાઇ છે. પોરબંદરમાં 20 મિનિટ સુધી વરસાદ ખાબકયો હતો. જેના કારણે રસ્તા પણ પાણી વહ્યા હતા. તો રાજકોટમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી વહી ગયા હતા. ભાવનગરના રણપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી બજારમાં પાણી ભરાયું હતુ. સવારથી જ ભારે ઉકળાટ અને તડકાબાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. અને સર્વત્ર મેઘમહેર જોવા મળી હતી.

મહેસાણાના ઊંઝાના વાતાવરણમાં પલટો

મહેસાણાના ઊંઝાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. પવન સાથે ધોધમાર વરસાદનું આમગન થયું હતુ. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેથી લોકોને પણ ગરમી અને બફારાથી રાહત મળી હતી. તો થરાદ પંથકમાં મેઘરાજાની રીએન્ટ્રી થઇ હતી. ભારે પવન સાથે સરહદી વિસ્તારમાં વરસાદ પડતાં બાજરી, જુવારના ઊભા પાકને નુકસાન થશે તેવી ભીતિ સેવાઈ રહી છે. બનાસકાંઠા જીલ્લામાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે પાલનપુર પંથકમા વરસાદી વરસ્યો હતો.

અહીં રોગચાળાના વ્યાપને લઇ તંત્ર હરકતમાં આવ્યું છે. તો પાટણ..રાધનપુર અને સરસ્વતી તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સહ્ય ઉકળાટ બાદ પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો હતો.ધીમીધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.બીજી તરફ આ વર્ષે ખેડૂતોને સારો પાકની સંભાવના દેખાઇ છે. તો બનાસકાંઠાના ધાનેરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ

મહીસાગરના સંતરામપુર સહિતના વિસ્તારમાં મેઘમહેર જોવા મળી હતી. ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. દિવસભરના ઉકળાટ બાદ વરસાદ વરસતા ગરમીમાંથી લોકોને રાહત મળી હતી. બનાસકાંઠાના ધાનેરામાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ધાનેરાની ધોધમાર વરસાદ ખાબકતા મુખ્ય બજારમાં પાણી ભરાઇ ગયા હતા. વરસાદી પાણીમાં વાહન ચાલકો અટવાઇ ગયા હતા..

દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતની પૂર્વમાં આવેલા દાહોદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. દાહોદ શહેરના મેઘરાજાએ બાનમાં લેતા ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. દાહોદ શહેરના અનેક નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. RTO કચેરીમાં પાણી ભરાઇ જતા કર્મચારીઓ પણ અવઢવમાં મુકાઇ ગયા હતા. કચેરીની તમામ કામગીરી ઠપ થઇ ગઇ હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana

અલવિદા: ભારતના મહાન એથલીટ મિલ્ખા સિંહ પંચમહાભૂતમાં વિલિન થયા, સંપૂર્ણ રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!