GSTV
Gujarat Government Advertisement

અમદાવાદમાં વરસાદી માહોલ, ઉનાળાના પ્રારંભે જ ગુજરાતમાં ચોમાસા જેવુ વાતાવરણ

Last Updated on March 5, 2020 by

આજ રોજ ગુજરાતના અનેક જિલ્લામાંઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જેને પગલે અમદાવાદમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે. ઉનાળાની શરૂઆત પહેલા જ વરસાદ આવતા શહેરીજનોએ ડબલ ઋુતુનો અનુંભવ થયો હતો.

ઉનાળાના પ્રારંભે કચ્છમાં ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો. અબડાસા અને લખપતના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો. નખત્રાણામાં ધોધમાર વરસાદથી ચોમાસા જેવો માહોલ સર્જાયો. તો નખત્રાણામાં પણ કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગના અધિકારીના જણાવ્યા પ્રમાણે ઈરાન અને અફઘાનિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટબન્સની સિસ્ટમ સક્રિય થવાના કારણે સાઉથ પાકિસ્તાનમાં દોઢ કિલોમીટરના વિસ્તારમાં એર સર્ક્યુલેશન સર્જાયુ છે. આ સિસ્ટમ સક્રિય થવાના કારણે રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પજ્યો છે.

તો આ તરફ પાલનપુરમાં કમોસમી વરસાદ શરૂ થયો છે. ધીમીધારે પાલનપુરમાં વરસાદ શરૂ થયો છે. સમગ્ર જિલ્લામાં માવઠાનું વાતાવરણ સર્જાયું છે.. વાતાવરણમાં બદલાવના પગલે ધરતીપુત્રો ચિંતિત જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી હતી. તો આ તરફ બનાસકાંઠાનૈ સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. સુઇગામ અને વાવ પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી. જીરૂ, ઇસબગુલ અને રાઈ જેવા પાકમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

ભાવનગર શહેર સાથે સિહોરના કાજાવદર, જાંબળા, ધાંઘળી તેમજ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો છે. પાલીતાણા ગ્રામ્ય અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો.વલ્લભીપુરના ચોગઠના ઢાળ સુધી વરસાદી ઝાપટું પડ્યુ હતુ.. બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો, અને માવઠુ થયું હતુ. વિરમગામ શહેર સહિત ભોજવા, ધાકડી ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ કારણે સ્કૂલેથી ઘરે પરત જતા બાળકો વરસાદમાં ભીંજાયા હતા. ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થતા ઘઉં, જીરુ, કપાસ સહિત પાકને નુકસાન થવાની સંભાવના છે. વરસાદી માહોલથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અચાનક રૂપિયાની જરૂર પડી? આ વસ્તુ તમારી પાસે છે તો તરત મળી જશે લોન, જાણી લો જરૂરી વાતો

Zainul Ansari

BIG NEWS : રથયાત્રા અને જન્માષ્ટમીના મેળાઓ પર લટકતી તલવાર : છેક કેન્દ્રમાંથી આવ્યો આ રિપોર્ટ, યોજાશે તો સરકાર ભરાશે

Pravin Makwana

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ: રાજ્યના અનેક વિસ્તારમાં ખાબક્યો સાર્વત્રિક વરસાદ, હજૂ બે દિવસ છે હવામાન વિભાગની આગાહી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!