GSTV
Gujarat Government Advertisement

રાજકોટ જિલ્લામાં મેઘમહેર, કચ્છમાં ભારે પવનના કારણે મકાનના નળીયા ઉડ્યા, ભાવનગરની સીતાપરી નદી બે કાંઠે વહી

Last Updated on June 8, 2020 by

રાજકોટમાં વહેલી સવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો જે બાદ ઠંડા પવન સાથે ધીમીધારે વરસાદ વરસ્યો. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી. થોડા જ વરસાદમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જેના લીધે ઠેરઠેર પાણી ભરાયા. રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ગોંડલમાં 63 મીમી, કોટડા સાંગાણીમાં 39 મીમી, પડધરીમાં 31 મીમી જ્યારે લોધિકામાં 26 મીમી વરસાદ નોંધાયો હતો. તો ચાર વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં 10 મીમી વરસાદ થયો હતો. આ સિવાય ઉપલેટા, ધોરાજી અને જસદણના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો હતો.

કોટડા ચકાર ગામમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ

કચ્છ જિલ્લામાં પણ વરસાદી માહોલ છે. ભુજ તાલુકાના કોટડા ચકાર ગામમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો. ભારે પવનને કારણે અનેક મકાનના પતરાના શેડ અને નળિયા ઉડ્યા. સણોસરા, ચકાર, વરણી, થરાવડા સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ થયો.

સીતાપરી નદી બે કાંઠે વહી

ભાવનગરના ઢસા નજીક આવેલી પીપરડી ગામમાં આજે સતત ચોથા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ભારે વરસાદના પગલે સીતાપરી નદી બે કાંઠે વહી રહી છે. તો નદી પર આવેલો ચેકડેમ ઓવરફ્લો થતા કોઝવે પર પાણી ફરી વળ્યા હતા. જેને પગલે ખેડૂતોને ખેતરે જવામાં ભારે અગવડ પડી હતી. જો કે ચોમાસા પહેલાં જ સારો વરસાદ પડતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!