GSTV
Home » News » કર્ણાટક-મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, પૂર જેવી સ્થિતિ

કર્ણાટક-મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશમાં વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, પૂર જેવી સ્થિતિ

કર્ણાટકમાં ભારે વરસાદથી જનજીવન પર અસર પડી છે. વરસાદના કારણે કોલ્હાપુર હાઈવે પર પાણી ભરાયા છે. જોકે, હાઈવે પર પાણી ભરાવાના કારણે  સ્થાનિક લોકોએ ડાન્સ કરીને વરસાદની મજા માણી.

ગામના લોકો કેડસમા પાણીમાં ડીજેના કાલે ઝુમ્યા હતા. કર્ણાટકમાં ભારે વરસાદ પડ્યો છે. જેથી હાઈવે સહિત મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે.  જેથી વાહન વ્યવહારને અરસ પડી છે.

મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં ભારે વરસાદ પડ્યો. વરસાદ બાદ હઢચિરોલીમાં પૂરની સ્થિતિ છે. સતત ત્રણ દિવસથી અહીં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેથી અનેક લોકોના ઘરમાં પાણી ભરાયા છે.

પૂરની સ્થિતિ વચ્ચે વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવકાર્ય પણ શરૂ કરવામાં આવ્યુ છે.  મહારાષ્ટ્રના સતારા, કોલ્હાપુર અને પુનામાં ભારે વરસાદ પડ્યો છે. જેથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

મધ્ય પ્રદેશ

મધ્ય પ્રદેશના બૈતુલમાં આવેલી તાપ્તી સરોવર ઓવરફ્લો થયું. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ તાપ્તી સરોવરમાં નવા નીરની આવક થઈ હતી.

સરોવર ઓવરફ્લો થતા સરોવરના પાણી તાપ્તી મંદિરમાં પ્રવેશ્યા હતા. મંદિરમાં પાણીનો ધસમસ્તો પ્રવાહ મંદિરના ગર્ભગૃહમાં પણ પ્રવેશ્યો હતો. જેથી મંદિરમાં આવેલા ભક્તોમાં આનંદની લાગણી છવાઈ હતી.

Read Also

Related posts

શરીરના આ ભાગ પર વધારે પડતો સ્માર્ટફોન મૂકવાથી થાય છે સ્પર્મ કાઉન્ટમાં ઘટાડો

Dharika Jansari

પતિના હતા ભાભી સાથે શારીરિક સંબંધ, પત્નીએ હત્યા કરી અને કિચનમાં….

Dharika Jansari

મહારાષ્ટ્રમાં સત્તા તો ગઈ પણ BJPને અહીં પણ પડશે જોરદાર ફટકો, મોદી-શાહે આ ગણિતો ન ભૂલવા જોઈએ

Karan
Do NOT follow this link or you will be banned from the site!