GSTV

જેતપુરમાં ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, સાપુતારામાં સર્જાયા આહલાદક દ્રશ્યો

Last Updated on August 1, 2020 by

રાજકોટના જેતપુરમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી જેતપુરના નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેતપુર શહેરમાં થોડા દિવસથી અસહ્ય બફારો જોવા મળી રહ્યો હતો. જો કે વરસાદી માહોલથી લોકોને ભારે બફારા અને ગરમીથી રાહત થઇ હતી. લાંબા સમયના વિરામ બાદ મેઘમહેર થતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

સાપુતારામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. અને અહીયા વરસાદને કારણે અલહાદક દ્રશ્યો સર્જાયા છે. સાથે જ ધોધમાર વરસાદને કારણે રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. જેમા સ્વાગત સર્કલ પાસે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહનચાલકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો. જોકે વરસાદ પડવાને કારણે અહીયાના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે..જેથી લોકોએ રાહતનો અનુભવ કર્યો છે.

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ છવાયો હતો. અમરેલીના વડિયામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વડિયા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વડીયાના મોરવડા, બરવાળા, બાવળ, બાટવા, દેવળી સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભારે વરસાદથી વડિયા શહેરમાં રોડ રસ્તાઓ પાણી-પાણી થઇ ગયા હતા.

બનાસકાંઠાના ભાભર પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી.અને ગાજવીજ સાથે અહીયા અડધો ઈંચ વરસાદ પડ્યો છે. લાંબા સમય બાદ અહીયા વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ. વરસાદ પડવાને કારણે અહીયાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે એક દુખની વાત એ પણ છે કે ભાભર બેડા ગામે ખેતરમાં વીજળી પડી જેમા એક ભેંસનું મોત નિપજ્યું.

READ ALSO

Related posts

IPL 2021 / ધોનીની કપ્તાનીનો જલવો કાયમ, ચેન્નઈ સુપર કિંગ્સે મુંબઈને 20 રને હરાવ્યું

Zainul Ansari

વાઇરલ વિડીયો / બીનની ધૂન પર આ વ્યક્તિએ નાગિન બનીને કર્યો જબરદસ્ત ડાન્સ,જોઈને તમે પણ થઈ જશો હસીને લોટ પોટ

Vishvesh Dave

ખુશખબર / હવે રેશનકાર્ડ સાથે સંબંધિત દરેક સમસ્યાઓનું આવશે તાત્કાલિક નિવારણ, કોમન સર્વિસ સેન્ટર પર મળશે આ સુવિધા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!