GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

અોમાનને ધમરોળશે લુબાન ચક્રવાત, ગુજરાતને પણ થશે અા અસર

ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા લો પ્રેશરથી હવે વરસાદની સંભાવના છે. રાજ્યમાં 9મી બાદ વરસાદ પડશે. વાવાઝોડું 12મીઅે અોમાન સાથે ટકારાયા હાદ રિટર્ન અાવશે ત્યારે 16મી અાસપાસ પણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. અામ રાજ્યમાં નવરાત્રિમાં વરસાદનો માહોલ રહેશે. ગુજરાતમાં લુબાન ત્રાટકવાનો ખતરો હાલ પૂરતો તો ટળી ગયો છે. અોમાન અા બાબતે પૂરતી નજર રાખી રહ્યું છે. હવામાન વિભાગે પણ અા ચક્રવાત અોમાન તરફ જઈ રહ્યું હોવાનો ખુલાસો કર્યો છે. જોકે, અા ચક્રવાતની અસરને પગલે કેરળમાં 3 દિવસ ભારે વરસાદની અાગાહી કરાઈ છે. દરિયાના તટિય રાજ્યોમાં 16મી સુધી વરસાદ વરસી શકે છે કે વાદળો છવાઈ રહે તેવી સંભાવના છે. ખેડૂતો માટે વરસાદ વરસશે અે સારા સમાચાર હોવા છતાં હાલમાં કાપણીની સિઝન હોવાથી ભારે વરસાદ પડ્યો તો ઉભા પાક પર અસર થાય તેવી સંભાવના છે. અા વર્ષે અોછા વરસાદને પગલે અોછું ઉત્પાદન થવાની સંભાવના વચ્ચે કમોસમી વરસાદ ખેડૂતોને મોટો ફટકો પાડશે.

 

ગુજરાતમાંથી 2018ના વર્ષના ચોમાસાએ સંપૂર્ણપણે વિદાય લીધી છે. જોકે અરબી સુદ્રમાં લો પ્રેશર ઉદ્દભવેલું છે અને તે 12 કલાક પછી ડીપ્રેશનમાં ફેરવાશે અને ત્યાર બાદ સાઈક્લોનિક સ્ટોર્મમાં ફેરવાશે. જો કે તે ઓમાન તરફ જશે તેના કારણે દરિયો તોફાની રહેશે અને માછીમારો માટે દરિયો ન ખેડવા જણાવાયું છે. વરસાદ તો પડશે પણ ચક્રવાતનો ડર હવે ગયો છે અેવું અનુમાન લગાવાયું છે કે, ચક્વાત અોમાન તરફ ફંટાઈ જશે.

06-10-2019

અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા લો પ્રેશરની અસર હેઠળ આગામી ત્રણેક દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં ગઈકાલે સૌથી વધુ ગરમી કચ્છ ભુજ ખાતે 41.2 સે.ગ્રે. ડિગ્રી નોંધાઈ હતી. સુરેન્દ્રનગર, કંડલા અને ડીસા માં ગરમીનું પ્રમાણ 39 સે.ગ્રે. ડિગ્રી જેટલું સહ્યું હતું.

08-10-2019

અમદાવાદ શહેરમાં ગઈકાલે દિવસ દરમ્યાન મહત્તમ તાપમાન 37.૩ સે.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય રીતે હોવું જોઈએ તેના કરતા 1 ડિગ્રી વધુ હતું. લઘુત્તમ તાપમાન 23.8 સે.ગ્રે. ડિગ્રી નોંધાયું હતું. જે સામાન્ય હતું. ગઈકાલે હવામાં ભેજનું પ્રમાણ સવારે સાડા વાગે 68 ટકા અને સાંજે સાડા પાંચ વાગ્યે 42ટકા નોંધાયું હતું. હવામાન ખાતાની સ્થાનિક આગાહી જણાવે છે કે આજે આકાશ મહદઅંશે સ્વચ્છ રહેશે અને ગરમીના પ્રમાણમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં.

11-10-2019

પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી

હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપી છે. આ ઉપરાંત સમુદ્ર પણ તોફાની રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સિસ્ટમની અસર હેઠળ  આગામી 5 દિવસ દરમ્યાન સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ બની રહેશે. આ સમય દરમિયાન ગરમીનો પારો ઘટવાની સાથે વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. ચક્રવાત એકાદ-બે દિવસમાં જ તેની અસર બતાવવા લાગશે. ગુજરાતમાંથી ચોમાસાએ સત્તાવાર વિદાય લઇ લીધી છે.

12-10-2019

ગુજરાતમાં ગઈકાલે વલસાડ, દ્વારકા,  જામનગર અને અમરેલી સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. તો વરસાદ અને વાવાઝોડાની સ્થિતી સર્જાવાની ભીતિએ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ સમુદ્રમાં માછીમારી કરવા માટે ગયેલી બોટોને પરત બોલાવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવાઇ છે. હાલમાં અરબી સમુદ્રમાં 1200 જેટલી મોટી સંખ્યામાં બોટ ડીપ-શીમાં માછીમારી કરવા માટે ગયેલી છે ત્યારે આ તમામ બોટને પરત ફરવા સૂચના આપી દેવાઇ છે. 1200 બોટમાં અંદાજે 7200 જેટલા માછીમારો હાલમાં સમુદ્રમાં છે. જેથી આ માછીમારો સુરક્ષિત રીતે પરત ફરે તે માટે તંત્ર દ્વારા સૂચનો આપવામા આવ્યા છે.

Related posts

નિસર્ગ વાવાઝોડું : આ ચાર જિલ્લામાંથી કુલ ૨૦ હજારથી વધુ લોકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરાઇ

Nilesh Jethva

લદ્દાખથી 35 કિમી દૂર ઉડી રહ્યા છે ચીની લડાકુ વિમાનો, પાકિસ્તાની જેટ પણ થયા છે સક્રિય

Dilip Patel

કોરોનાના ટેસ્ટ મામલે સરકારનો મોટો ખુલાસો, આ રીતની તુલનામાં 14 દેશોમાં ભારત કરતાં 22 ગણા વધારે કેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!