GSTV

ગુજરાતમાં વરસાદનું દે ધનાધન, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ભીંજાયા : અમદાવાદ કોરું ધાકોર

Last Updated on June 23, 2018 by Karan

પાવનકારી અને શુભ ફળદાયી ગણાતી ભીમ અગિયારસ પર જ ગુજરાતમાં વરસાદની દે ધનાધનથી લોકોઅે રાહતનો શ્વાસ લીધો છે. ગરમીમાં ઘટાડો થવાની સાથે ઉકળાટમાં વધારો થયો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ થયો હોવાના અહેવાલ છે. અમદાવાદમાં હજુ અાગામી સપ્તાહ સુધી વરસાદ અાવી જાય તેવી સંભાવના છે. અમદાવાદનો માહોલ પણ બદલાયો છે.

શામળાજીમાં વરસાદને કારણે આકરા તાપ અને બફારાથી લોકોને રાહત મળી

યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે આકરા તાપ અને બફારાથી લોકોને રાહત મળી હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

  • યાત્રાધામ શામળાજી પંથકમાં મેઘરાજા ની એન્ટ્રી
  • અસહ્ય ઉકળાટ બાદ મેઘરાજા ની પધરામણી
  • ભારે પવન અને ગાજ વીજ સાથે વરસાદ
  • વાતાવરણ માં ઠંડક પ્રસરી

મેઘરાજાએ એન્ટ્રી બોલાવતા સર્વત્ર પાણી પાણી

સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે અડાજણ, રાંદેર, વરાછા, અમરોલી સહિતના વિસ્તારમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે. મેઘરાજાએ એન્ટ્રી બોલાવતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. વરસાદી પાણીની સૌથી મજા નાના ભૂલકાઓથી માંડી  બાળકોએ માણી હતી. અમરોલી,વરાછા અને વેદ રોડ સ્થિત ગરનાળા પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી..તો આ તરફ સૌરાષ્ટ્રમાં ભાવનગરના ગારીયાધાર પંથકમાં વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. રાજકોટના વાતાવણમાં પણ પલટો આવતા ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા લોકોની ધીરજનો અંત આવ્યો છે. ધીમીધારે રાજકોટમાં પણ વરસાદે એન્ટ્રી કરી છે. તો  તરફ સુરેન્દ્રનગરના ચોટીલા સહિત આસપાસના ગામોમાં પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ગારીયાધાર અને આજુબાજુના વિસ્તારમાં છેલ્લા 20 મિનિટથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સારા વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી.

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો

દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યો હોય તેવો વરસાદી માહોલ જામ્યો છે. વલસાડમાં  મોડી રાત્રે જ ગાજવીજ સાથે વરસાદ થતા લોકોને બફારાથી રાહત મળી.જ્યારે મધ્ય ગુજરાતમાં નર્મદાના કેવડિયા ડેડીયાપડા સાગબારામાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે.ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાતા બજારો સુમસામ થઇ ગયા હતા. જો કે બીજી તરફ ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર છવાઈ ગઈ.. મેઘ સવારી ધીમે ધીમે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પગરવ માંડી રહી છે ત્યારે ડાંગ સાપુતારા અને તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળતા વાહનોની અવર જવરમાં ઘટાડો થયો હતો. આ તરફ યાત્રાધામ શામળાજીમાં પણ ધોધમાર વરસાદથી આકરા તાપ અને બફારાથી લોકોને રાહત મળી છે.

ડાંગ, સાપુતારા અને તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો

મેઘ સવારી ધીમે ધીમે ગુજરાતના વિસ્તરોમાં પગરવ માંડી રહી છે. ત્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ. સાપુતારા અને તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ વરસાદને કારણે વાહનોની અવર જવરમાં ઘટાડો થયો હતો. દક્ષિણ ગુજરાતમાં મેઘાનું આગમન શરૂ થઈ રહ્યુ છે..વલસાડમાં મોડી રાતે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.વલસાડ ઉપરાંત ઉમરગામ સહિત તમામ તાલુકઓમાં વરસાદનું આગમન થયુ છે. જેથી ખેડૂતોના ચહેરા પર ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

કતાર ગામના હરિદર્શન સોસાયટીના એક મકાન પર વીજળી પડી

સુરતમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો તો કતાર ગામના હરિદર્શન સોસાયટીના એક મકાન પર વીજળી પડી હતી. વીજળી પડતા આ વિસ્તારમાં ભાગદોડ મચી હતી.  નર્મદાના કેવડિયા ડેડીયાપડા સાગબારામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે.ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઇ ગયું હતુ. ભારે વરસાદને કારણે બજારો સુમસામ થઇ ગયા હતા.જો કે બીજી તરફ ખેડૂતો ખુશ ખુશાલ થયા હતા.વરસાદને કારણે લોકોને ગરમીથી પણ રાહત થઇ હતી.

અમરોલી,વરાછા અને વેદ રોડ સ્થિત ગરનાળા પણ વરસાદી પાણીમાં ગરકાવ

સુરતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે સુરતના અડાજણ,રાંદેર, વરાછા, અમરોલી સહિતના વિસ્તારમાં મેઘરાજાએ આજે પોતાની હાજરી પુરાવી છે. મેઘરાજાએ એન્ટ્રી બોલાવતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું.વરસાદી પાણીની સૌથી મજા નાના ભૂલકાઓથી માંડી  બાળકોએ માણી હતી. અમરોલી,વરાછા અને વેદ રોડ સ્થિત ગરનાળા પણ વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને હાલાકી પડી હતી. સુરતમાં ગણ્યા- ગાંઠયા વિસ્તારમાં પોતાની હાજરી પુરાવતા અન્ય વિસ્તારોમાં રસ્તાઓ સૂકા જોવા મળ્યા હતા તો ક્યાંક ભારે બફારાની સ્થિતિ પણ જોવા મળી હતી

મેઘ સવારી ધીમે ધીમે ગુજરાતના વિસ્તરોમાં પગરવ માંડી રહી છે ત્યારે દક્ષિણ ગુજરાતના ડાંગ. સાપુતારા અને તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ વરસાદને કારણે વાહનોની અવર જવરમાં ઘટાડો થયો હતો.

નર્મદાના કેવડિયા ડેડીયાપડા સાગબારામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઇ ગયું હતુ.ભારે વરસાદને કારણે બજારો સુમસામ થઇ ગયા હતા.જો કે બીજી તરફ ખેડૂતો ખુશ ખુશાલ થયા હતા. વરસાદને કારણે લોકોને ગરમીથી પણ રાહત થઇ હતી.

રાજકોટ-ચોટીલા હાઈવે પર વરસાદની હેલી

રાજકોટના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજના સમયે શહેરમાં ધીમીધારે તો ક્યાક ધમેકેદાર વરસાદનુ આગમન થયું હતુ અને ગરમીથી પરેશાન લોકોમાં આંનદ છવાયો હતો.તો બીજી તરફ વરસાદને કારણે લોકોએ ઘરમાંજ પુરાઇ રહેવાનું મુનાસીબ સમજ્ય હતુ તો કંયાક બાળકો વરસાદની મોજ માણતા પણ નજરે પડ્યા હતા.

તો સુરેન્દ્રનગરના ચોટીલા સહીત આસપાસના ગામોમાં પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.અસહય ગરમી બાદ વરસાદના આગમનથી લોકોએ રાહત અનુભવી હતી. તો વરસાદના આગમનથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી છવાઈ હતી.વરસાદને કારણે વાહનોની અવર જવર ઓછી થઇ હતી અને રસ્તાઓ ખુલ્લા નજરે પડયા હતા.

તો રાજકોટના જસદણ અને વીંછીયા પંથકમાં હાલ પવન સાથે વરસાદ શરૂ થયો હતો..વરસાને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોમાં ખુશીનો માહોલ છવાયો હતો.

ઓરસંગ નદીમાં સીઝનના નવાનીર આવ્યા

છોટાઉદેપુરના ઓરસંગ નદીમાં સીઝનના નવાનીર આવ્યા છે. ઉપરવાસમાં થયેલા વરસાદને લઈને ઓરસંગ નદીમા નવા પાણીનું આગમન થયુ છે.જેથી સ્થાનિકો નદીમાં નવા નીર જોવા ઉમટી પડ્યા હતા. છોટાઉદેપુર, કવાંટ, તેજગઢ, પાવીજેતપુર, બોડેલી પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે .જળ સંકટની વચ્ચે ઓરસંગ નદીમાં પાણી આવતા છોટાઉદેપુર પાલિકા તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.. અને પાલિકા અધિકારીઓએ વોટરવર્ક્સની મુલાકાત પણ લીધી છે.. તેવામાં લોકોને જળ સંકટથી મુક્તિ મળશે તેમ લાગી રહ્યું છે.

Related posts

BIG BREAKING: રાજસ્થાનના જયપુરમાંથી એક જ પરીવારના 9 સભ્યો થયા સંક્રમિત, ઓમિક્રોને તો ચિંતા વધારી

pratik shah

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના કર્યા દર્શન, દારૂ જુગારનું દૂષણ નાથવા વિભાગ કડક કાર્યવાહી કરશે

pratik shah

કોરોના વોરીયર્સના સન્માન માટે કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ રહ્યા હાજર, આેમીક્રોન સામે લડવા માટે તંત્ર છે તૈયાર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!