GSTV

હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ગુજરાતના 5 જિલ્લામાં વરસાદ પડ્યો, નવરાત્રી બાદ દિવાળી બગડશે

વરસાદ

Last Updated on October 22, 2019 by Bansari

મુંબઇ-ગોવાની વચ્ચે દરિયામાં લો પ્રેશર સિસ્ટમ બનતા આગામી ગુરૃવાર સુધી દક્ષિણ ગુજરાતમાં કેટલાક ઠેકાણે ધોધમાર તો કેટલાક સ્થળોએ છુટોછવાયો વરસાદ ઝીંકાવવાની આગાહી કરાઇ છે.

છ કિ.મીની ઝડપે પવન ફુંકાયા

સુરત શહેરનું આજનું અધિકતમ તાપમાન 32.8 ડિગ્રી, લઘુતમ તાપમાન 25.2 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 61 ટકા, હવાનું દબાણ 1008.6 મિલીબાર અને દક્ષિણ-પૂર્વ દિશામાંથી કલાકના છ કિ.મીની ઝડપે પવન ફુંકાયા હતા. દરમ્યાન આજે શહેરમાં બપોરે હવામાનમાં અચાનક ફેરફાર આવતાની સાથે જ કેટલાક સ્થળોએ છાંટા પડયા હતા.

મુંબઇ-ગોવા વચ્ચેના દરિયામાં લો પ્રેશર સિસ્ટમ બની

આ હવામાનમાં ફેરફાર અંગે હવામાનવિદો જણાવે છે કે મુંબઇ-ગોવા વચ્ચેના દરિયામાં એક લો પ્રેશર સિસ્ટમ બની છે. જેથી હવામાનમાં ફેરફાર આવી રહયાં છે. તેની અસર ગુરૃવાર સુધી રહેશે. જેમાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં દેમાર તો કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસવાની આગાહી કરાઇ છે. આમ આગામી ત્રણ દિવસ સુધી શહેરીજનોએ રેઇનકોટ કે છત્રી લઇને જ બહાર નિકળવુ. જેના કારણે વરસાદ વરસે તો બચી શકાય.

માધવપુરમાં વરસાદી ઝાપટું

હવામાન ખાતાની આગાહીના પગલે  ઘેડ પંથકમાં વરસાદ શરૂ થયો છે.જેને લઈને માધવપુરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.વરસાદી ઝાપટાંના લીધે ઉભા પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. સાથે સાથે વરસાદના લીધે દિવાળી બગડશે કે કેમ તેને લઈને લોકો મુંઝવણમાં મુકાયા છે.

 • પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદ
 • માધવપુરમાં વરસાદી ઝાપટા
 • વરસાદી ઝાપટાથી ખેડૂતો ચિંતિત

જૂનાગઢ-માંગરોળમાં મેઘો મંડાયો

આ તરફ જૂનાગઢના માંગરોળ તેમજ આસપાસના વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો સાથે ધોધમાર વરસાદ પડ્યો..દિવાળીનો તહેવાર નજીક આવતા  જ વરસાદ પડતા વાતાવરણમા ઠંડક તો ફેલાઈ છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી છે..શિયાળુ વાવેતર કરવા માટે ખેડૂતોએ ખેતરો તૈયાર કરવાના બાકી હતા ત્યાંજ વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

 • જુનાગઢ માંગરોળ તેમજ આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ
 • કાળા ડીબાંગ વાદળો સાથે વરસ્યો વરસાદ
 • દિવાળીના તહેવાર નજીક આવી રહયા છે ત્યાંજ વરસાદ પડતાં ખેડુતો મુકાયા ચિંતામાં
 • વરસાદના કારણે શીયાળુ પાકનું વાવેતર કરવા ખેડુતોએ ખેતરો તૈયાર કરવાના બાકી હતાં ત્યાંજ ફરીવાર વરસાદી માહોલ સર્જાતા ખેડુતો ની ચીંતામાં વધારો.

અમરેલીમાં અચાનક વાતાવરણ પલટાયુ

દિવાળી નજીક છે તે દરમ્યાન જ અમરેલીના ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે..ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે…ધારાના દલખાણીયા અને સરસીયામાં વરસાદથી ખેડૂતોની ચિંતા વધી છે.

 • ઘારી ના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા
 • ઘારી ના દલખાણીયા અને સરસીયા મા વરસાદ
 • કમોસમી વરસાદ થી ખેડુતો ની ચિતા મા વધારો

ભાવનગરમાં વરસાદી માહોલ

ભાવનગર જિલ્લાના મહુવા  અને તળાજા તાલુકના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.મહુવા તાલુકાના દાઠા પંથકના બોરડા, વેજોદરી,પરતાપરા ,વાલાવાવ, માળવાવ, રાણીવાડા,  સહીત ગ્રામ્ય વિસ્તારોમાં આજે સવારે વરસાદ વરસ્યો હતો..તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતાં  ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે.

 • ભાવનગર પંથકમાં વરસાદ
 • ગ્રામ્ય વિસતારોમાં વરસાદી ઝાપટા
 • ઉભા પાકને નુકસાન થવાની ખેડૂતોને ભીંતી

દીવમાં ગાજવીજ સાથે મેઘરાજાની બેટિંગ

હવામાન વિભાગની આગાહીને લઈને દીવના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે.વાતાવરણમાં પલટો આવવાના લીધે ગાજવીજ અને પવન  સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે.વરસાદના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.જો કે વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

 • દીવના વાતાવરણમાં પલટો
 • ગાજવીજ સાથે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
 • ખેડૂતોમાં ચિંતાનો માહોલ

Read Also

Related posts

વડોદરા / ઓમિક્રોનના સંભવિત ખતરાને જતા SSG હોસ્પિટલ સજ્જ, આઈસીયુ, ઓક્સિજન સહિતની સુવિધાઓ તૈયાર ઉભી કરાઈ

Zainul Ansari

Bipin Rawat Funeral: બિપિન રાવતનું પાર્થિવ શરીર કાલે દિલ્હી લવાશે, શુક્રવારે થશે અંતિમ સંસ્કાર

Zainul Ansari

સોમનાથના ત્રિવેણી સંગમમાં NDRFનું રેસ્ક્યુ ઓપરેશન, ત્રણના બચાવ્યા જીવ પછી જરૂરી મેડિકલ સારવાર આપી!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!