GSTV
Gujarat Government Advertisement

બનાસકાંઠાના વાતાવરણમાં પલટો : તોફાની પવન સાથે વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

Last Updated on May 4, 2020 by

  • બનાસકાંઠાના વાતાવરણમાં પલટો
  • ભારે પવન સાથે વરસાદ
  • વાવ અને સૂઇગામ પંથકમાં કમોસમી વરસાદ
  • ખેડૂતોની ચિંતા વધી

બનાસકાંઠામાં વાતાવરણમાં પલટો આવ્યો છે. ભારે તોફાની પવન સાથે વાવ, ભાભર, સુઇગામ, થરાદ પંથકમાં કમોસમી વરસાદથી પરિસ્થિતી ચિંતાજનક બની છે. ખાસ કરીને ખેડૂતોની ચિંતા વધી છે.

રાજ્યમાં આટલુ રહેશે તાપમાન

ગુજરાતમાં દિવસેને દિવસે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે જ હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે યલ્લો અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે. આગામી બે દિવસ એટલે કે પાંચ અને 6 તારીખે યલો અને 7 થી 9 મેના રોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે અમદાવાદનું તાપમાન ૪૨ થી ૪૩ ડિગ્રી સુધી રહેશે. જ્યારે રાજ્યના અલગ અલગ જિલ્લામાં એક થી બે ડિગ્રી તાપમાનમાં વધ ઘટ થશે.

અમદાવાદમાં ગરમીથી પણ આંશિક રાહત મળશે

કોરોના કહેર વચ્ચે રાજ્યમાં આગ ઝરતી ગરમી પડી રહી છે. તો સૌરાષ્ટ્રના કેટલાંક પંથકમાં કમોસમી વરસાદે મુશ્કેલી વધારી છે. ત્યારે આગામી પાંચ દિવસમાં કોઈ જગ્યાએ વરસાદની નહીં પડે તેવી આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. આ ઉપરાંત અમદાવાદમાં ગરમીથી પણ આંશિક રાહત મળશે. જેને પગલે આગામી બે દિવસ માટે અમદાવાદમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ત્રણ દિવસ બાદ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતના અલગ અલગ જિલ્લામાં તાપમાનમાં સામાન્ય ઘટાડો જોવા મળશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!