GSTV
Home » News » રાજ્યના આ વિસ્તારમાં કરા સાથે વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

રાજ્યના આ વિસ્તારમાં કરા સાથે વરસાદ, ખેડૂતોની ચિંતા વધી

અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. અહિયાના જાફરાબાદ તાલુકાના લોર, ખિસરી, માણસા, ફાસરિયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ શરૂ થયો છે. જાફરાબાદના અમુક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે. સતત બીજા દિવસે અમરેલીના દરિયાકાંઠાના ગામોમા પવન સાથે વરસાદ પડી રહ્યો છે. તાપમાન ઘટતા લોકોને ગરમીમાં રાહત મળી છે પરંતુ કમોસમી વરસાદના કારણે કેરીના પાકને નુકશાન થયું છે.

તો બીજી તરફ રાજકોટના ગોંડલ વિસ્તારમાં વાતાવરણમાં ફરી અચાનક પલટો આવ્યો છે. આકાશ કાળા ડિંબાગ વાદળોથી છવાઇ ગયું છે. આકાશમાં ગાઢ વાદળો છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જેથી થોડેક અંશે લોકો ગરમીમાંથી રાહત મેળવી રહ્યાનો અનુભવ કરી રહ્યા છે. ગાઢ વાદળોને કારણે ગોંડલમાં ગમે ત્યારે ધોધમાર વરસાદ પડે તેવું લાગી રહ્યુ છે.

READ ALSO

Related posts

અમેરિકાના વિદેશ પ્રધાનનો ભારતમાં વિરોધ, ડાબેરીઓએ મોદી પર પણ કર્યા પ્રહાર

Nilesh Jethva

સરગવો છે સૌથી પૌષ્ટિક આહાર, ફાયદા જાણશો તો આજથી જ ખાવા લાગશો

Bansari

કોર્ટ કચેરીના ધક્કાથી બચવા કરો આ ઉપાય, પછી જુઓ ચમત્કાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!