GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

અમદાવાદમાં મોડી સાંજે ધોધમાર વરસાદ, લોકોને આકરી ગરમીમાંથી મળી રાહત

ભારત
  • દિવસભરના વાદળછાયા બાદ સાંજે પવન સાથે વરસ્યો વરસાદ
  • વાહન ચાલકોને પડી તકલીફ
  • શહેરના નવા પશ્ચિન ઝોન વિસ્તારમાં વરસ્યો વરસાદ

અમદાવાદમાં દિવસભરના ઉકળાટ અને વાદળછાયા વાતાવરણ બાદ મોડી સાંજે ભારે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે. અમદાવાદના એસજી હાઇવે સહિતના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો જે બાદ મોડી સાંજે અમદાવાદના નવા પશ્ચિમ ઝોનના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ખોખરા-હાટકેસવર -અમરાઈવાડી -મણિનગર-નારોલ-લાંભા-ઈશનપુર-ઘોડાસર-વટવા-જશોદાનગર -રામોલ-વસ્ત્રાલ-ઓઢવ-નિકોલ-રખિયાલ-સરસપુર-નરોડા-બાપુનગરમા વરસાદ નોંધાયો.

અનેક જગ્યાએ વૃક્ષો થયા ધરાશાયી

છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં કમોસમી વરસાદથી તલની ખેતી કરતાં ખેડૂતોને માથે હાથ દઇને રડવાનો વારો આવ્યો છે. ગત વર્ષે પણ ચોમાસામાં ખેડૂતોને ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ શિયાળુ પાકમાં માવઠાએ ખેડૂતોની કમર ભાંગી હતી. ખેડૂતોએ દેવું કરીને ફરી ઉનાળુ પાક લીધો પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની હાલત બગાડી છે.

ડભોઇ શહેર અને તાલુકામાં વરસાદની વરસાદ વરસ્યો

ડભોઇ શહેર અને તાલુકામાં વરસાદની વરસાદ વરસ્યો. જેમાં ડભોઇના મહુડી ભાગોળ, જનતાનગર ,સ્ટેશન રોડ ,બસ ડેપો વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ જેના કારણે ગરમીથી ત્રાહિમામ પોકારી ગયેલા નગરજનોએ વરસાદનો આનંદ માણ્યો હતો.

કુંકાવાવ પંથકમાં વાવાઝોડા જેવી સ્થિતી જોવા મળી

અમરેલીના કુંકાવાવ પંથકમાં આજે પણ વાવાઝોડા જેવી સ્થિતી જોવા મળી. કુંકાવાવ પંથકમાં મીની વાવાઝોડાના કારણે કુંકાવાવ નજીક સ્ટેટ હાઇવે પર વૃક્ષો ધરાશાયી થઇ ગયા. જેના કારણે અમરેલી કુંકાવાવનો માર્ગ બંધ થઇ ગયો. જો કે રસ્તા પર ધરાશાયી થયેલી વૃક્ષોને દૂર કરવા વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા જહેમત ઉઠાવાઇ હતી.

હળવદ સહીત પંથકમાં વાતાવરણમાં પલટો

હળવદ સહીત પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, હળવદ, ચરાડવા, કડીયાણ, તેમજ આજુબાજુના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે જો કો ભારે પવન અને વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે.

ઉનાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ

આ તરફ ગીર સોમનાથના ઉનામાં પણ વરસાદ વરસ્યો. ઉનાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ગીર ગઢડા તાલુકાના પડા ગામે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક વૃક્ષો ધરાશાયી થયા. બીજી તરફ ઉમેજ ગામે વરસાદને કારણે ખેડૂતોની તલ અને બાજરો સહિતની ઉપજ પલળી ગઇ.

બોડેલીમાં વાવાઝોડા સાથે વરસાદ

છોટા ઉદેપુરના બોડેલીમાં વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો. વરસાદને કારણે બોડેલી-વડોદરા હાઇવે પર અનેક વૃક્ષો ધરાશાયી થયા. એક વૃક્ષ નીચે ઇકો કાર દબાતા ડ્રાઇવર અંદર ફસાઇ ગયો. જે બાદ સ્થાનિકોએ વૃક્ષ કાપી ડ્રાઇવર બહાર કાઢવા રેસ્ક્યુ હાથ ધર્યું.

પોશીનામાં વરસાદનું આગમન

સાબરકાંઠા જીલ્લા પોશીનામાં વરસાદનું આગમન થયું. પોશીના સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં હળવાથી ભારે ઝાપટાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ. પરંતુ સમય વિનાના આવેલા વરસાદના કારણે ખેડૂતોની ચિંતા વધી છે.

અમીરગઢમાં પણ વરસાદી માહોલ છવાયો

બનાસકાંઠાના અમીરગઢમાં પણ વરસાદી માહોલ છવાયો છે. પવન સાથે વરસાદના કારણે કારણે થોડા સમયમાં જ બજાર અને રસ્તાઓ પર પાણી વહેતા થઈ હતા હતા. સતત વાતાવરણના પલટા વચ્ચે ક્યાંક ખેડૂતો માટે રાહતના સમાચાર છે. તો ક્યાંક નુકસાનીના.

મહેસાણામાં હવામાનમાં પલટો આવ્યો

મહેસાણામાં હવામાનમાં પલટો આવ્યો છે. દિવસભર વાદળાછાયા વાતાવરણ બાદ ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જેથી અસહ્ય ગરમીમાંથી લોકોને રાહત મળી છે.

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. ઘોળકા વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો,,સવારથી બરાફો અને વાદળછાયા વાતાવરણ વચ્ચે ગ્રામ્ય વિસ્તારમાં ઘણા સ્થાનો પર વરસાદ ઝાપટુ પડ્યું હતુ.

READ ALSO

Related posts

ગલવાન હિંસાના શહીદોના નામે હશે દેશના આ સૌથી મોટા COVID-19 સેન્ટરના વોર્ડ

Bansari

રશિયાના બંધારણમાં સુધારો: લોકોની ઈચ્છાથી 2036 સુધી પુતિન રહેશે દેશના સર્વોચ્ચ વડા

Bansari

કોરોના સંકટમાં ભારતને મોટી સફળતા: પ્રથમ સ્વદેશી કોરોના વેક્સીન તૈયાર, આ દિવસે થશે લૉન્ચ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!