GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં 78 તાલુકામાં વરસાદ

ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જે અંતર્ગત 15 અને 16 જુલાઇના રોજ વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ મધ્ય ગુજરાતમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. મહત્વનું છે કે અત્યાર સુધીમાં ગુજરાતમાં 33 ટકા વરસાદ વરસ્યો છે.

મંગળવારનો દિવસ પણ મેઘરાજાના આગમનથી મંગળમયી રહ્યો છે. જેમાં રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં કુલ 78 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં સવારના 6 વાગ્યાથી લઇને સાંજના 6 વાગ્યા સુધીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નવસારીના જલાલપોરમાં થયો છે. તો નવસારીમાં 3 ઇંચ, ચોર્યાસીમાં 2.75 ઇંચ, બોટાદમાં અઢી ઇંચ, વલસાડ તેમજ પારડીમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ગઢડા, સુરેન્દ્રનગરના લખતર, ભાવનગરના ગારીયાધાર ઉપરાંત અમરેલી પંથક જૂનાગઢના મેંદરડા પંથકમાં અડધાથી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસથી હળવાથી ભારે વરસાદની આગાહી કરાઇ છે. તો ખેડુતોએ કરેલી વાવણી બાદ નોંધપાત્ર વરસાદથી ખેડુતોમાં ખુશી જોવા મળી છે.

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. પાલનપુર પંથકમા અસહ્ય ઉકળાટ બાદ વરસાદી માહોલ બન્યો હતો. પવન સાથે વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો.રાજુલા શહેરમા વીજળીના કડાકા સાથે વરસાદ ખાબકયો હતો. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ ખાબક્યો હતો.

સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર

સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર જોવા મળી. જામનગરના લાલપુર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાલપુર તાલુકાના ભણગોર ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતુ. ગામના રસ્તાઓ પરથી પાણી ફરી વહ્યા હતા. સાથે જ કોઝવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતા. ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો ખુશખુશાલ થયા હતા.

વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું

વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું હતુ. માત્ર 2 કલાકમાં પડેલા 2 ઇંચ જેટલા વરસાદના કારણે પાણી ભરાયું હતુ. ગ્રામ પંચાયતની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી. રસ્તા પર પણ પાણી ભરાતા વાહનચાલકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

READ ALSO

Related posts

શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા, વ્યંઢળ સાથે મિત્રતા કેળવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી લાખોની ચલાવી લૂંટ

pratik shah

કોરાનાને રોકવાની બેઠકમાં નેતાની બગડી તબિયત : મેડિકલ ટીમ પહોંચી, ફફડી ગયા બેઠકમાં હાજર અધિકારીઓ

pratik shah

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી થયા કોરોના સંક્રમિત, TWEET કરીને જાતે જ આપી માહિતી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!