GSTV

રાજ્યના 132 તાલુકાઓમાં વરસાદી માહોલ, સૌથી વધુ રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ ફરી એક વખત મેઘરાજા સૌરાષ્ટ્ર પર મહેરબાન થયા હોય તેમ દેખાય છે. આજે પણ સૌરાષ્ટ્રના વિવિધિ પંથકમાં વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને અમરેલીના રાજુલામાં ચાર ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં સાડા ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

આ ઉપરાંત જાફરાબાદમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે. આજે અમરેલી, રાજકોટ, પોરબંદર,દેવભૂમિ દ્વારકા,મોરબી સહિતના સૌરાષ્ટ્ર કચ્છના ત્રણ તાલુકાઆ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા સહિતના ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસ્યો છે..આ ઉપરાંત દાહોદ, અમદાવાદમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. આમ રાજ્યના 132 તાલુકાઓમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યો.

વાપીની દમણ ગંગા નદીમાં ફસાયેલા યુવકને ફાયર વિભાગે રેસ્ક્યુ કરી બચાવી લીધો છે. દમણ ગંગા નદીમાં યુવક માછલી પકડવા ગયો હતો. તે દરમિયાન નદીના ધસમસતા પ્રવાહમાં યુવક ફસાઈ ગયો હતો. જેની જાણ નદી પરથી પસાર થતા લોકોએ ફાયર વિભાગને કરી હતી. ઘટનાની જાણ થતા જ તાત્કાલિક ફાયર ટિમ આવી પહોંચી હતી અને યુવકને મહામુસીબતે રેસ્ક્યુ કરી બચાવ્યો હતો.

અમરેલીના રાજુલા પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો છે. રાજુલાના સાજણવાવ ગામની નદીમાં પુર આવ્યુ હતુ. નદીના પાણી કોઝ વે પર ફરી વળ્યા હતા. લોકો જીવના જોખમે ધસમસતા પાણીમાંથી રસ્તો પસાર કરતા જોવા મળ્યા. મહિલાઓ પણ જીવના જોખમે નદી ઓળંગતી જોવા મળી.

.અરવલ્લી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો. મેઘરજ- માલપુર પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો. માલપુરના સજ્જનપુરા કંપા, પરસોડા, નનાવડામાં ધોધમાર વરસાદ ખાબક્યો. મેઘરજ સહિત જીતપુર, ઇસરી, નવાગામ, રખાપુર સહિત ગામોમાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી. જેના લીધે રોડ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં. લાંબા વિરામ બાદ વરસાદ થતા મકાઈ મગફળી અને સોયાબીનના પાકને નવજીવન મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી.

અમરેલી જિલ્લામાં ફરીથી વરસાદી માહોલ છવાયો છે. ત્યારે દામનગરમાં પણ સારો વરસાદ વરસ્યો. અવિરત વરસાદના કારણે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. ઉપરવાસમાં વરસાદના કારણે સ્થાનિક નદીમાં પણ પાણીની આવક થઈ હતી. તો શહેરના મુખ્ય બજારમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી.

આ તરફ અંબાજીમાં પણ ભારે પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. થોડા વિરામ બાદ મેઘરાજાના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. છેલ્લા અમુક સમયથી બફારા અને ગરમીભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ થતા ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો.

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો. મહુવાના મોણપર, બગદાણા, ખારી, કરમદીયા સહિત આજુબાજુના ગામોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. ભારે પવન સાથે ખાબકેલા ધોધમાર વરસાદને લીધે બાજરી, જુવાર અને કપાસ જેવા પાકને ભારે નુકસાન પહોંચ્યું. જેના લીધે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો.

આજે ફરી કચ્છમાં મેઘમહેર જોવા મળી. કચ્છના ત્રણ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી હતી. ભુજના ભરાપળ, કેરા, બરડીયા, કોટડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ભૂજ શહેરમાં ઝરમર વરસાદ વરસ્યો. મુન્દ્રના ગ્રામ્ય વિસ્તારમા પણ ધોધમાર વરસાદ વરસ્યો..આ ઉપરાંત અંજારના મથડા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો..

READ ALSO

Related posts

સરકારના એક્ટ પર વિપક્ષનું રિએક્ટ/ ગુંડાગીરીને ડામવાના કાયદા તો અનેક છે, પણ તેને અમલમાં મુકવા પણ જરૂરી

Pravin Makwana

ગુજરાતમાં રૂપાણી સરકાર રોકશે ગુંડાગીરી/ વિધાનસભામાં પાસ થયુ ગુંડા એક્ટ બિલ, પોલીસને મળશે વધુ પાવર

Pravin Makwana

રાખજો સાવધાની : ગુજરાત યુનિવર્સસિટીમાં ફૂટ્યો છે કોરોના બોમ્બ, આ વિભાગો કરી દેવાયા સીલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!