GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 117 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ, ડાકોરમાં નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

રાજ્યમાં છેલ્લા અગિયાર દિવસથી સતત વરસાદી માહોલ જામેલો છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના કુલ 117 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ઉમરગામમાં 4 ઈંચ, સુરતના કામરેજમાં 2.4 ઇંચ વરસાદ થયો. કચ્છના અંજાર અને ગાંધીધામમાં સૌથી વધુ 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો. પાટણ, બનાસકાંઠા, ગીર સોમનાથ, સુરત, રાજકોટ, જામનગર સહિતના જિલ્લામાં 1થી 3 ઈંચ જેટલો વરસાદ થયો. અમદાવાદના ધોળકામાં 1 ઈંચ વરસાદ નોંધાયો.

યાત્રાધામ ડાકોરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી. નીચાણવાળા વાસ્તરમાં પાણી ભરાયા હતા. રણછોડજી મંદિર બહાર પણ વરસાદી પાણી ભરાયા હતા. સવારથી વાદળછાયા વાતાવરણ બાદ મેઘરાજા એન્ટ્રી થઇ હતી. ભારે બફારામાંથી લોકોને રાહત મળી હતી. મેઘરાજાની પધરામણીથી ધરતીપુત્રોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતુ.

અમદાવાદમાં બપોર બાદ વરસાદી હવામાન બન્યું હતું. બપોરના સમયે શહેરમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો હતો. મોટાભાગના વિસ્તારમાં છુટા છવાયા ઝાપટાં પડ્યા હતા. થોડા થોડા સમયે ઝાપટાં પડ્યા હતાં. અચાનક પડતાં વરસાદી ઝાપટાને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વલસાડ પંથકમાં વરસાદ વરસ્યો. જીલ્લાના ઉમરગામ, ધરમપુર, કપરાડા, વાપી તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં વહેલી સવારે ધોધમાર વરસાદ ખાબક્યો. બપોરબાદ ધોધમાર વરસાદ થોડો ધીમો પડ્યો હતો. બપોર બાદ ધીમીધારે વરસાદ થતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ.

આગામી ચાર દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ પશ્ચિમ તરફના પવનો ફૂંકાવાને કારણે રાજ્યમાં આગામી ચાર દિવસ ભારે વરસાદ વરસી શકે છે.

ભારે વરસાદની આગાહી

  • ૧૨ જુલાઇ- અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ,દમણ, દાદરાનગર હવેલી
  • ૧૩ જુલાઇ- ખેડા, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી
  • ૧૪ જુલાઇ- આણંદ, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી
  • ૧૫ જુલાઇ- નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ

જે અંતર્ગત 12 જુલાઇના રોજ અરવલ્લી, મહીસાગર, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઇ છે. તો 13 જુલાઇના રોજ ખેડા, પંચમહાલ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. 14 જુલાઇએ આણંદ, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો 15 જુલાઇએ નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ તેમજ ગીરસોમનાથમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

પાટણમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

પાટણ શહેરમાં ગઇકાલે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતા માત્ર 1 કલાકમા 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. શહેર પાણી પાણી થઈ જતા પાલિકા તેમજ વહીવટી તંત્રની પોલ ખુલી ગઇ હતી. કોલેજ પાસે નવા બનાવેલા નાળામાં પાણી ભરાઇ જતા લોકોની અવરજવર બંધ કરવામાં આવી હતી. આમ પ્રથમ વરસાદે પાલિકાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા.

વિરમગામ શહેર સહિત નળકાંઠા વિસ્તારમાં ધીમીધારે વરસાદ

વિરમગામ શહેર સહિત નળકાંઠા વિસ્તારમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો.શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્ય હતો. સામાન્ય વરસાદમાં પણ વિરમગામના ભરવાડી દરવાજા વિસ્તારમાં પાણી ભરાયા હતા. વિરમગામના નળકાંઠા વિસ્તારમાં પણ ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

ભાવનગરના પાલીતાણામાં આજે બીજા દિવસે પણ મેહુલો મહેરબાન બન્યો. સતત બીજા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો. પાલિતાણા તાલુકાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘાએ રી એન્ટ્રી કરી. પાલિતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. પાલિતાણાના માલપરા, મોખડકા,કુંભણ ખાખરીયા, ઘોડીઢાળ,ટોડી, ટોડા માલવણ,જસપરા, સરોડ, સહિતના ગ્રામ્ય પંથકમાં બપોરબાદ ધીમીધારે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો.

અમદાવાદના ધોળકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ધોળકાના મફલીપુર, જલાલપુર , બાલપુરા, કેલીયા વાસણા, રીડપુરા, ચંડીસરમાં વરસાદ વરસ્ય હતો. સાથે જ ખાનપુર, લાણા, શેરપુરા, ડડુસર, ચલોડા, ૨નોડા, શેખડી, સીધરેજ સહીતના ગામોમા વરસાદ વરસ્યો હતો. વરસાદ પડતા ખેડૂત વર્ગમાં આંનદ છવાયો છે..વરસાદમાં નાના બાળકોએ સ્નાન કરી મજા માણી હતી.

READ ALSO

Related posts

દ્રારકામાં પતિને પત્નીએ ધોકાવી નાખ્યો, લોહીલુહાણ કરી નાખતાં હોસ્પિટલમાં દાખલ

Bansari

શહેરમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા, વ્યંઢળ સાથે મિત્રતા કેળવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરી લાખોની ચલાવી લૂંટ

pratik shah

કોરાનાને રોકવાની બેઠકમાં નેતાની બગડી તબિયત : મેડિકલ ટીમ પહોંચી, ફફડી ગયા બેઠકમાં હાજર અધિકારીઓ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!