GSTV
Home » News » વરસાદે ખેડૂતોને પાડ્યો મોટો ફટકો, ગુજરાતમાં આ 13 જિલ્લામાં થયું ભારે નુક્સાન

વરસાદે ખેડૂતોને પાડ્યો મોટો ફટકો, ગુજરાતમાં આ 13 જિલ્લામાં થયું ભારે નુક્સાન

ગુજરાતમાં ચાલુ વર્ષે ૧૨૫ ટકા જેટલો ભારે વરસાદ પડી જતા તેમજ કેટલાક જિલ્લાઓમાં તો એક  દિવસમાં જ ૧૦ થી ૧૫ ઇંચ સુધીનો વરસાદ પડી જવાની સ્થિતિના કારણે ખરીફ પાકને ભારે નુકશાની થવા પામી હતી. સરકાર દ્વારા આ અંગે હાથ ધરાયેલા સર્વેમાં જાણવા મળતી માહિતી મુજબ રાજ્યના ૧૩ જિલ્લાઓમાં  ખરીફ  વાવેતરનો કુલ ૨,૮૪,૭૦૦ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત  બન્યો હતો. જેમાં  ૧,૭૭,૨૦૦  હેક્ટરમાં ૩૩ ટકાથી વધુ   નુકશાન થયું હોવાનું જાણવા મળે છે. જુલાઇ અને ઓગષ્ટ માસ દરમિયાન હાથ ધરાયેલા સર્વેમાં ઉપરોક્ત વિગતો બહાર આવી છે.

નુકશાની અંગેના સર્વેની કામગીરી હજુ બાકી

રાજ્યમાં હાલમાં પણ વરસાદ ચાલુ છે. નર્મદા સહિતના ડેમો છલકાતા તેમાંથી પાણી છોડાતા જે તે નદી કાંઠાના ગામોમાં ખેતરોમા પાણી ફરી વળતા ત્યાં થયેલા પાક નુકશાની અંગેના સર્વેની કામગીરી હજુ બાકી છે. ખેતરોમાંથી પાણી ઓસર્યા બાદ તેનો પણ સર્વે હાથ ધરાશે. જાણવા મળતી માહિતી મુજબ હજુ ૩,૫૦૦ હેક્ટર અસરગ્રસ્ત હોઇ શકે છે.

૧૦૯ કરોડની પાક નુકશાની થવા પામી

વડોદરા, અમદાવાદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, મહિસાગર, નવસારી, તાપી, સુરત, રાજકોટ, બોટાદ, જામનગર, મોરબી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદના કારણે પાક નુકશાની થવા પામી છે. ૧૦૯ કરોડની પાક નુકશાની થવા પામી હોવાનો અંદાજ છે. સર્વેની કામગીરી જ્યાં પુર્ણ થઇ ગઇ છે ત્યાં હવે આગામી દિવસોમાં તબક્કાવાર જિલ્લાઓમાં અસરગ્રસ્ત ખેડૂતોને નુકશાની વળતરની ચૂકવણી હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

આ વર્ષે ૧૦૦ ટકા ખરીફ વાવેતર થવા પામ્યું

નોંદપાત્ર છેકે આ વર્ષે ૧૦૦ ટકા ખરીફ વાવેતર થવા પામ્યું છે. જોકે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વચ્ચે ખેતરોમાં પાણી ભરાઇ જતા અને તે દિવસો સુધી તેમાં રહેતા પાકને નુકશાની થવા પામી છે.કપાસ, મગફળી, તુવેર, કઠોળ, બાજરી, શાકભાજી અને પપૈયાના પાકને નુકશાની થયાનું સર્વેમાં જાણવા મળ્યું છે. ખેડૂતો હવે વરસાદના ખમૈયાની રાહ જોઇ રહ્યા છે. ત્યાર બાદ કાપણી હાથ ધરાશે. કાપણ બાદ જો વરસાદ પડયો તો પાક નુકશાની મોટાપાયે થવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે.

READ ALSO

Related posts

કોંગ્રેસે પાટીદાર કાર્ડ ખેલી ભાજપને હરાવવા કમરકસી, ભાજપને આ બેઠક પર જૂથવાદ નડશે

Nilesh Jethva

પેટાચૂંટણીમાં હારના ડરથી ભાજપે હવે અમિત શાહની અપનાવી રણનીતિ, આ નેતાઓ થયા સક્રિય

Nilesh Jethva

ચીનનો વિકાસ દર છેલ્લા ૨૭ વર્ષમાં સૌથી નીચલા સ્તરે, ટ્રેડવોર નડ્યો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!