GSTV
North Gujarat Trending ગુજરાત

ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનો ખતરો, હવામાન વિભાગની આવી આ આગાહી

હવામાન

હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 11 અને 12 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 માર્ચે બનાસકાંઠા,, અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.  આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.  હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 3 દિવસ પછી મહત્તમ તાપમાનમાં વધારો થશે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઇગામના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાવ  અને સુઈગામમાં ભારે પવન ફૂંકાયો છે..વાદળછાયું વાતાવરણ બનતા ધરતીપુત્રોને માવઠાનો ભય સતાવી રહ્યો છે..પાકના કાપણી સમયે માવઠું થાય તો ખેડૂતોને મોટું નુકસાન થઈ શકે છે. કમોસમી વરસાદ પડે તો જીરૂ, રાઇ, ઇસબગુલ તેમજ રાજગરાના પાકને નુકસાન થવાની ભીતિ છે.

કેશોદમાં પણ કમોસમી વરસાદ થયો હતો. આકાશમાં કાળા ડિંબાગ વાદળો છવાઇ ગયા હતા..અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોના જીરૂ, ઘઉં, વરીયાળી, ચણા સહિતના પાકોમાં ભારે નુકસાન થવાની શક્યતા છે.

Related posts

ડાકોરથી લઇને શામળાજીમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી, કાળિયા ઠાકોરના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી

Bansari Gohel

રામદેવરા દર્શન માટે જઈ રહેલા શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બનાસકાંઠાના 7 લોકોના મોત: ચીખથી ગુંજી ઉઠ્યો હાઈવે

Zainul Ansari

Monkeypox : જર્મનીમાં મળ્યો મંકીપોક્સનો સૌથી ખતરનાક કેસ, કાળો ઘા બની સડી રહ્યું છે દર્દીનું નાક

GSTV Web Desk
GSTV