GSTV
Gujarat Government Advertisement

રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાતા ખેતીના પાકને મળ્યું જીવનદાન

Last Updated on July 24, 2020 by

અમરેલી જિલ્લા સાર્વત્રિક વરસાદ થયો જેમાં અમરેલી શહેર તેમજ ગ્રામ્યમાં લીલીયા ઈંગોરાળા ગામમાં બે ઈંચ વરસાદ વરસ્યો. આ સાથે અમરેલીના વડેરા ગામમાં ધોધમાર વરસાદ વરસ્યો. તો આ ઉપરાંત સાવરકુંડલા તેમજ રાજુલાના પંથકમાં ગામોમાં વરસાદ વરસ્યો છે. અમરેલી ઉપરાંત ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો.

આ ઉપરાંત અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો. મોડાસા,માલપુર મેઘરજ અને યાત્રાધામ શામળાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો. માલપુરના સજ્જનપુરા કંપા, ગોવિંદપુર, વણઝારીયા ,મોરડુંગરીમાં ભારે વરસાદ ખાબકયો. મેઘરજના બેડજ, વાસણા, કંભરોડા, પહડિયામાં ધોધમાર વરસાદ વરસ્યો. આ ઉપરાંત સાબરકાંઠાના પોશીનામાં વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લામાં પણ રાત્રી દરમ્યાન ધોધમાર વરસાદ પડ્યો છે. વાલોડ તાલુકામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ઉચ્છલ, ડોલવણ, કુકરમુંડા, સોનગઢમાં વરસાદ પડ્યો છે.

મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના લુણાવાડા, સંતરામપુર, વીરપુર, ખાનપુર, બાલાસિનોર અને કડાણા સહિતના વિસ્તારોમાં વરસાદનું આગમન થયું.. લાંબા સમયના વિરામબાદ વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટા સમાચાર / રાજ્યના શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, 6 લાખ વિદ્યાર્થીઓને થશે ફાયદો

Zainul Ansari

એલર્ટ / રાજ્યના 4 જળાશયો હાઈઅલર્ટ પર, 12 જિલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

Zainul Ansari

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!