GSTV
Home » News » VIDEO : બનાસકાંઠામાં હવામાન વિભાગની વરસાદની આગાહી, કમૌસમી છાંટા તો વરસ્યા

VIDEO : બનાસકાંઠામાં હવામાન વિભાગની વરસાદની આગાહી, કમૌસમી છાંટા તો વરસ્યા

બનાસકાંઠામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલીક જગ્યાએ કમૌસમી છાંટા પડતા ખેડૂતો પાકને લઈ ચિંતિત બન્યા છે. લાખણી , ડીસા, અને ધાનેરા પંથકમાં કમોસમી છાંટા પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. કમોસમી વરસાદ અને વાદળછાયા વાતાવરણથી રાયડો, જીરું, ઇસબગુલ અને બટાટા જેવા પાકમાં ભારે નુકશાન થવાની શક્યતાઓ વધી ગઈ છે. જેથી ખેડૂતો વધુ વરસાદ ન થાય અને વાતાવરણ સુધરે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે.

હવામાન વિભાગની નવી આગાહી

રાજ્યમાં શિયાળો પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં અપર એર સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે હવામાન વિભાગે 24 કલાકમાં બનાસકાંઠામાં વરસાદની આગાહી કરી છે. તો બનાસકાંઠા, અમદાવાદ સહિત રાજ્યના કેટલાક પંથકોમાં તાપમાનનો પારો ગગડે તેવી શક્યતા છે.

Related posts

બ્રિટનની મહારાણી આપી રહી છે નોકરી, જાણો તેના માટે કેટલા યોગ્ય છો તમે?

Nilesh Jethva

બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો ગોળીબાર,બાર માલિક સહિત 11 લોકોનાં મોત

Mansi Patel

માઈગ્રેન હોય તો નિયમિત દવા લેવાનું ટાળવું છે જરૂરી, જાણો શું છે કારણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!