GSTV
Gujarat Government Advertisement

દિવાળીના તહેવારોમાં આ રાજ્યોમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી, 48 કલાક વાદળછાયું વાતાવરણ રહેશે

વરસાદ

Last Updated on November 14, 2020 by Ankita Trada

ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હરિયાણા સહિત દેશના અનેક રાજ્યોમાં વાયુ પ્રદૂષણ ઝડપથી વધી રહ્યું છે. જો કે દિવાળી અગાઉ દિલ્હી સહિત એનસીઆરમાં પ્રદૂષણના પ્રમાણમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ગુરૂવારે દિલ્હીમાં એક્યુઆઇ 314 નોંધવામાં આવ્યું હતું. જે કેટલાક દિવસ અગાઉ 500ના સ્તરે પહોંચી ગયું હતું.

શહેરોમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ

જો કે નિષ્ણાતોના જણાવ્યા અનુસાર દીવાળીમાં ફટાકડા ફૂટવાને કારણે પ્રદૂષણ વધવાની શક્યતા છે. આ દરમિયાન ઉત્તર ભારતના અનેક રાજ્યો અને શહેરોમાં ઠંડીની શરૂઆત થઇ ગઇ છે. જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં આગામી 48 કલાકમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગના અંદાજ મુજબ તમિલનાડુ, પોંડુચેરી અને કરાઇકલ વિસ્તારના કેટલાક સ્થળો પર સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. તમિલનાડુના તિરૂનેલવેલી, રામનાથપુરમ અને તુતુકડી જિલ્લાઓમાં ઝડપી પવન સાથે ભારે વરસાદ પડવાની સંભાવના છે. ચેન્નાઇ શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.

અંકુશ મૂકવાના નિર્દેશ આપ્યા

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી-એનસીઆરમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. આ દરમિયાન સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (સીપીસીબી)એ કોઇ પણ સંજોગોમાં પ્રદૂષણ પર અંકુશ મૂકવાના નિર્દેશ આપ્યા છે. સીપીસીબીએ રાજ્યોને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)ના નિર્દેશોનો કડક અમલ કરવાના નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે એનજીટીએ 9 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી દિલ્હી અને એનસીઆરમાં ફટાકડા પર પ્રતિબંધ મૂકી દીધો છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મહત્વનું/ કોવિશિલ્ડ રસી અંગે થઇ સૌથી મહત્વની જાહેરાત, હવે વેક્સિન લેવાનો માર્ગ થયો મોકળો

pratik shah

Tauktae Cyclone / ભારે પવન સાથે વરસાદ પડતા કર્ણાટકમાં 4 અને ગોવામાં 2ના મોત, એરપોર્ટ બંધ

Dhruv Brahmbhatt

ભારતની આ રસી કોરોના વાયરસના તમામ વેરિયંટ પર છે સૌથી વધુ અસરકારક: રિસર્ચમાં કરાયો દાવો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!