ફરી એકવખત ગુજરાતમાં ચિંતાના વાદળો રૂપી માવઠાનો માહોલ સર્જાઇ ગયો છે. રાજ્યમાં આજથી કમોસમી વરસાદ પડે તેવી શકયતા સેવાઇ રહી છે. અમદાવાદ સહિતના 16 જિલ્લામાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 1લી ડિસેમ્બરે ભારેથી અતિભારે વરસાદ થશે. જ્યારે 2 ડિસેમ્બરના ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા અને ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યાએ મૂકવાની સુચના અપાઇ છે.

અરબી સમુદ્રમાં બની રહેલ લો પ્રેશરના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે દક્ષિણ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમા ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ ઉપરાંત આણંદ, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, ભરૂચ, નવસારી, વલસાડ, અમરેલી, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.
વરસાદની અગાહીને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. યાર્ડમાં બહાર પડેલ અનાજ ને ઢાંકવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ ખેડૂતો દ્વારા પણ કૃષિ પાકને સલામત જગ્યા પર મુકવાની કામગીરી શરૂ કરી દીધી છે.
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માવઠાની આગાહીને લઈ જણસીઓની આવક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી
જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં માવઠાની આગાહીને લઈ જણસીઓની આવક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી. જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ યાર્ડમાં મગફળી, ખેડૂતો કે વેપારીઓનો પાક બગડે નહીં તે માટે માર્કેટિગ યાર્ડ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કમોસમી માવઠાની આગાહીનો સમય પૂર્ણ થયા બાદ માલની આવક શરૂ કરવાની જાહેરાત કરવામા આવશે. જામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં 3 દિવસ જણસની આવક બંધ કરાઈ છે. માવઠાની આગાહીના પગલે જણસીની આવક બંધ કરાઈ હતી. મગફળી, મરચાં અને ડુંગળી લઇને માર્કેટમાં આવતા ખેડૂતોને મનાઇ કરવામાં હતી.
રાજકોટના ખેડૂતોની હાલત બની શકે છે કફોડી
રાજકોટમાં ખેડૂતોની હાલત કફોડી બની શકે છે. તો બીજી તરફ માર્કેટિંગ યાર્ડમાં કપાસ અને મગફળી ખુલ્લા મેદાનમાં રાખવામાં આવ્યા છે. જો વરસાદ આવે તો કપાસ અને મગફળી પલળે તેવી સ્થિતિ છે. અમરેલી જિલ્લાના યાર્ડને એલર્ટ કરવામાં આવ્યા છે. ત્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક બંધ કરવામાં આવી. યાર્ડ દ્વારા ખેડૂતોને પોતાનો પાક તાડપત્રી અને પ્લાસ્ટીક ઢાંકી લાવવાની સૂચના આપવામાં આવી છે. યાર્ડમાં શેડની અંદર પાકની હરાજી કરવાની સૂચના આપવામાં આવી છે.
ડીસા માર્કેટમાં રહેલી મગફળી શેડની અંદર ખસેડવાની તંત્ર દ્વારા સુચના આપવામાં આવી
બનાસકાંઠાના ડીસા માર્કેટમાં રહેલી મગફળી શેડની અંદર ખસેડવાની તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે. ડીસા માર્કેટયાર્ડના સેક્રેટરી અમૃતલાલ જોશીએ માર્કેટયાર્ડમાં તમામ વેપારી તેમજ ખેડૂતોને વરસાદથી તમામ પોતાનો માલ સેડની અંદર ખસેડવાની સુચના આપી છે. છતાં વેપારીઓનો માલ ખુલ્લી જગ્યામાં જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતના બીજા નંબરનું સ્થાન ધરાવતું ડીસા માર્કેટયાર્ડ જેમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થઈ રહી છે. જો કમોસમી વરસાદ થશે તો ફરી ડીસા માર્કેટયાડમાં મોટું નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.
Read Also
- Geeta Gyan: ભોગ ક્ષણિક આનંદ આપે છે જ્યારે ત્યાગમાં કાયમી આનંદ છે, જાણો ગીતાનો અમૂલ્ય ઉપદેશ
- પાકિસ્તાનના હાલ બેહાલ / આર્થિક રીતે કંગાળ થઈ ગયેલું પાકિસ્તાન ચોતરફથી ઘેરાયું, પેશાવરમાં આંતકી હુમલો
- રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી કુદરતી ખાતરનો ઉપયોગ વધારવા PM PRANAM યોજના જાહેરઃ ખેડૂતોને થશે આ ફાયદો
- બે વર્ષ પહેલા જાહેર સ્ક્રેપિંગ પોલિસી પર કેન્દ્ર અને રાજ્યોને મોટું ફંડ ફાળવવામાં આવશે
- ઉદ્યોગો માટે કોઈ ટેક્સ નથી વધાર્યો તે જ રાહત, વડોદરાના ઉદ્યોગજગતે કેન્દ્રીય બજેટને આવકાર્યું