GSTV
Ahmedabad Baroda Gandhinagar North Gujarat Rajkot Surat ગુજરાત ટોપ સ્ટોરી

રાજ્યભરમાં વરસાદી માહોલ : 24 કલાકમાં 15 જિલ્લાના 48 તાલુકાઓમાં વરસાદ

રાજ્યભરમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળ અને વરસાદી માહોલ જામ્યો છે ત્યારે આજે અમદાવાદ સહિત રાજ્યના કેટલાક પંથકમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. અમદાવાદના પશ્ચિમ વિસ્તાર એવા એસજી હાઈવે, બોપલ, માનસી સર્કલ, જજીસ બંગલો, ઈસ્કોન સર્કલ, એસ પી રીંગરોડ પર ઝરમર વરસાદ વરસ્યો હતો.તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના અંબાજી, પાટણના રાધનપુર  અરવલ્લીના શામળાજીમાં પણ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 15 જિલ્લાના 48 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ વરસાદ ડાંગના સુબીરમાં બે ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે 70 તાલુકાઓ કોરા રહ્યા છે.

  • રાજ્યભરમાં વરસાદી માહોલ
  • અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં સવારે ઝરમર વરસાદ વરસ્યો
  • ઉત્તર ગુજરાતમાં સવારથી વરસાદ
  • અંબાજી, રાધનપુર અને શામળાજીમાં વરસાદ
  • હાથમતી અને બુઢેલી નદીમાં નવા નીરની અાવક
  • છેલ્લા 24 કલાકમાં 15 જિલ્લાના 48 તાલુકામાં વરસાદ વરસ્યો

ગુજરાતમાં ધીમે ધીમે ચોમાસાનું પ્રભુત્વ જામી રહ્યુ છે.ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસ અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. પહેલી અને બીજી જુલાઈએ ગાજવીજ સાથે વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.ગુજરાત અને પાસેના દક્ષિણ પશ્ચિમ મધ્યપ્રદેશમાં દરિયાની સપાટીથી 2.1 અને 4.5 કિલોમીટરે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયુ છે.આ સિવાય કચ્છ અને તેની પાસેના દક્ષિણ પાકિસ્તાનમાં અપર સાયક્લોનિક સરક્યુલેશન છે જેના કારણે આજે કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે.

બનાસકાંઠાના અંબાજીમાં સતત ચોથા દિવસે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે.વરસાદને લઈને સર્વત્ર ઠંડકનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. અરવલ્લીના ભિલોડાના યાત્રાધામ શામળાજીમાં વરસાદ વરસ્યો છે..જેને લઈને મંદિર તરફ જવાના મુખ્ય રસ્તા પર પાણી ભરાયા છે..ઉપરવાસમાં ભારે વરસાદને લઈને હાથમતી અને બુઢેલી નદીમાં નવા નીરની આવક થઈ છે..

  • ભિલોડાના યાત્રાધામ શામળાજીમાં વરસાદ
  • વરસાદના પગલે મંદિર તરફ જવાના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાયું.
  • ભિલોડા ની હાથમતી અને  બુઢેલી નદી માં આવ્યા નવા નીર
  • ઉપરવાસમાં થયેલા ભારે વરસાદ થી હાથમતી અને બુઢેલી નદીઓ બે

પાટણના રાધનપુરમાં પણ સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થો છે..વરસાદને લઈને વીજળી ગુલ થઈ હતી..જેથી લોકોએ પરેશાની વેઠવાનો વારો આવ્યો હતો.પાટણના ચાણસ્મા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન બન્યા છે. મેઘરાજાના આગમનથી જનજીવનમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

પ્રથમ વરસાદની સાથે જ વીજપુરવઠો બંધ થતા લોકોએ પરેશાની વેઠવી પડી

જામનગર શહેરમાં સીઝનના પ્રથમ વરસાદનું આગમન થયુ છે. વરસાદને લઈને સર્વત્ર ઠંડક પ્રસરી છે. વરસાદના આગમન સાથે જ ખેડુતોમાં સારા વરસાદની આશા જાગી છે અને તેઓએ ખેતી કામની તૈયારીમાં લાગી ગયા છે..જામ ખંભાળિયામાં પણ મેઘરાજાનું આગમન થયુ છે .જેથી લોકોમાં ખુશી જોવા મળી રહી છે. પ્રથમ વરસાદની સાથે જ વીજપુરવઠો બંધ થતા લોકોએ પરેશાની વેઠવી પડી..

  • * ખંભાળિયામાં મેઘરાજાની મંગલ પધરામણી…
  • * શહેરમાં સવારે મુશળધાર વરસાદનું ઝાપટું વરસ્યું…
  • * શહેરના માર્ગો સાથે નગરજનો લાગણીથી તરબતર બન્યા…
  • * મેઘાવી માહોલ સાથે વાતાવરણમાં ખુશ્બુ ભરી ઠંડક…
  • * પ્રથમ વરસાદના પગલે લાંબો સમય વીજપુરવઠો બંધ…

સુરત શહેરમાં ધીમીધારે વરસાદની શરૂઆત થઇ છે. હળવા ઝાપટા વચ્ચે સુરતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. ઓફિસ અવર્સમાં વરસાદી માહોલ જામતા ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદનું આગમન થયું છે. ખંભાળિયા તેમજ કલ્યાણપુર પંથકમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી બાજુ તંત્રની પ્રિમોન્સૂન કાર્યવાહીની પોલ  ખુલી છે. અડધી રાતથી સવાર સુધી કલ્યાણપુર પંથકમાં વીજળી ગુલ થઇ હતી. વીજ વિભાગના તમામ ફોન પર આખી રાત જવાબ ન મળતા લોકો રોશે ભરાયા હતા.

ગાંધીનગરમાં મેધરાજાની સવારી આવી પહોંચી છે. વરસાદના આગમનથી શહેરના લોકોને ભારે ઉકળાટમાંથી છુટકારો મલ્યો હતો. જોકે શહેરમાં અચાનક ધોધમાર તૂટી પડેલ વરસાદના કારણે લોકોએ ઝાડ નીચે તથા સલામત સ્થળે આશરો લેવો પડયો હતો.. વરસાદનાં કારણે ગરમી અને બાફમાંથી છુટકારો મલતાં લોકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી.

Related posts

અમદાવાદમાં NCDCની રાષ્ટ્રીય કક્ષાની મિટિંગ યોજાઈ, દલિત ખ્રિસ્તીઓને SC સ્ટેટસ અપાવવા લડે છે લડત

Nelson Parmar

વિકસિત ભારત માટે Vision 2047 લગભગ તૈયાર, પીએમ મોદી જાન્યુઆરીમાં કરશે લોન્ચ

Nakulsinh Gohil

Human Rights Day / અમદાવાદમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો પોતાના અધિકારોથી વંચિત

Nakulsinh Gohil
GSTV