GSTV

રાજ્યના 200 તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ, માંગરોળમાં સૌથી વધુ 8 ઈંચ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘાની મેરેથોન ચાલી રહી છે. રાજ્યમાં આજે 200 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો. જેમાં 120 જેટલા તાલુકાઓમાં એકથી આઠ ઈંચ જેટલો વરસાદ થયો. આજે વરસાદે સુરતને ધમરોળ્યું છે. માંગરોળમાં સૌથી વધુ 8 ઈંચ વરસાદ થયો. તો કામરેજ અને ઉમરપાડામાં સાડા પાંચ-સાડા પાંચ ઈંચ વરસાદ થયો. જ્યારે સુરત શહેર, ઓલપાડ અને માંડવીમાં 4-4 ઈંચ વરસાદ થયો. જ્યારે બારડોલી અને પલસાણામાં 3 ઈંચ વરસાદ થયો.

તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો બોટાદમાં 4 ઈંચ વરસાદ થયો, જ્યારે કલ્યાણપુર અને વંથલીમાં સાડા ત્રણ-સાડા ત્રણ ઈંચ, કોડીનાર, ધોરાજીમાં 3-3 ઈંચ અને વિસાવદરમાં અઢી ઈંચ વરસાદ થયો.. તો મધ્ય ગુજરાતી વાત કરીએ તો ડેડિયાપાડા, મોરવા હડફ, સંખેડા, સાગબારા સહિત આસપાસના પંથકોમાં અઢી ઈંચ જેટલો વરસાદ થયો.

ક્યાંક મહેર તો ક્યાંક મુશ્કેલી જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરતમાંના સારોલી વિસ્તારમાં ખાડીના પાણી ઘુસ્યા. જેમાં ઝૂંપડાઓ પાણીમાં ગરકાવ થયા. ઘણા પંથકો જળબંબાકાર થયા છે. અનેક રસ્તા પાણી પાણી થઈ ગયા છે. કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પાક નુકસાની ભીતી છે. તો હજુ પણ 17 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે.

READ ALSO

Related posts

રાજ્યના આ જિલ્લા પોલીસનો નવતર પ્રયોગ, વાહન ચાલકોને આપ્યાં મફતમાં હેલમેટ

Nilesh Jethva

18 ફાઈટર પ્લેનથી ઘુસણખોરી બાદ બોલ્યુ ચીન, અમેરિકાથી દૂર રહે તાઈવાન નહી તો કબ્જો કરી લઈશુ, બહાનાની રાહ

Mansi Patel

અધિક માસમાં દરરોજ કરો આ મંત્રોનો જાપ, ભગવાન વિષ્ણુની તમારા પર થશે અસીમ કૃપા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!