GSTV

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો

Last Updated on June 12, 2020 by pratik shah

રાજસ્થાનના હિલસ્ટેશન માઉન્ટઆબુમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સતત બે દિવસથી માઉન્ટ આબુમાં વરસાદી માહોલ હોવાથી રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. માઉન્ટ આબુમાં પડેલા વરસાદનું પાણી અમીરગઢ પાસેથી પસાર થતી કલેડી નદીમાં આવ્યું હતુ. જેના કારણે કલેડી નદીમાં નવા નીરની આવક થઇ હતી.

માળીયા હાટીનામાં દોઢ કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકાર

જુનાગઢના માળીયા હાટીનામાં આજે દોઢ કલાકમાં પોણા ત્રણ ઇંચ ખાબક્યો હતો. બપોરે એક થી બે વાગ્યા સુધી અને સાંજે પાચથી સાડા પાંચ વાગ્યા સુધીમાં દોઢ કલાકમાં બે વખત અનરાધાર વરસાદ પડ્યો હતો. નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. તાલુકાના માતર વાણિયા ગામના પણ પોણા કલાકમા અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદથી માતર વાણિયા ગામ જળબંબાકાર થઈ ગયું હતુ..જો કે પોસ્ટ મેને ચાલુ વરસાદે ઘરે ઘરે ટપાલની ડિલિવરી કરી હતી. તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં 2 થી 3 ઇંચ વરસાદ થયો હતો.SPONSORED CONTENT

ગીર જંગલમાં ધોધમાર વરસાદ થયો. તો ઉપરવાસ ભારે વરસાદથી ગીર નજીકના અનેક ગામોના રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. ખીરધાર ગીરથી ઘણેજ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો. તો રમલેચીથી જેપુર ગીર વચ્ચે રસ્તો પણ પ્રભાવિત થતાં બંધ થયો.. રમળેચી જેપુર રસ્તા પર પાણી આવતા તાલાલાથી ગડુ સુધીનો વાહન વ્યવહાર કલાકો સુધી ખોરવાયો. જયારે સનવાવ, ધ્રાબાવડ સહિત ગીર ગઢડાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદ થયો.

સૌરાષ્ટ્રમાં સર્વત્ર મેઘમલ્હાર જોવા મળ્યો હતો. જુનાગઢના વિસાવદરના ગ્રામ્ય વિસ્તારમાં એકથી ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હતો. પ્રેમપરા. જાંબુડી, સતાધાર..લેરિયા, છાલડા, સુખપુર, કોટડા અને વિછાવડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે ઝાઝેશ્રી અને ફુલઝર નદીમાં પૂર આવ્યું હતુ. ઇશ્વરિયા નજીક પસાર થતી ઝાઝેશ્રી નદીના પુલ પરથી પાણી વહ્યું હતુ.ધોધમાર વરસાદથી ઈશ્વરીયાથી રૂપાવટી જતો રસ્તો બંધ થઇ ગયો હતો.

READ ALSO

Related posts

પરિસ્થિતિ અતિ ગંભીર : ઑસ્ટ્રેલિયામાં ડેલ્ટા વૅરિયન્ટથી ફફડાટ, સિડનીમાં લૉકડાઉન લાગુ કરવા લશ્કર કરાયું તૈનાત

pratik shah

પાર્કિન્સનના દર્દીઓ માટે નવી આશાનું કિરણ, મુંબઇની જસલોક હોસ્પિટલમાં બ્રેઇન ઇલેક્ટ્રોડસ ઇમ્પ્લાન્ટ સર્જરીમાં ભારતભરમાં મળી પ્રથમ સફળતા

Harshad Patel

વિપક્ષ આકરા પાણીએ: કોંગ્રેસ 9 દિવસ સુધી વિવિધ મુદ્દે યોજશે વિરોધ કાર્યક્રમ, સરકારની સદંતર નિષ્ફળતાને કરશે ઉજાગર

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!