GSTV

મિનિ વાવાઝોડુ/ જામનગરમાં ઝંઝાવાતી ત્રણ ઈંચ વરસાદ, અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી

જામનગર

Last Updated on July 18, 2021 by Damini Patel

સૌરાષ્ટ્રમાં અષાઢી માહોલ વચ્ચે શનિવારે વધુ છ ઈંચ સુધીની મેઘમહેર વરસી હતી. જેમાં જામનગરમાં આજે બપોરે મિનિ વાવાઝોડા સાથે ઝંઝાવાતી ત્રણ ઈંચ વરસાદ વરસી પડતા અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થઈ જવા સાથે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. જયારે આજે જામજોધપુર અને કેશોદમાં ત્રણ ઈંચ, વાંકાનેર, ધ્રોલ અને ચોરવાડમાં બે ઈંચ, ખંભાળિયા, ભાણવડ, લાલપુર, કાલાવડ, માંગરોળ, વેરાવળમાં દોઢ ઈંચ મેઘકૃપા વરસી હતી.

માણાવદર પંથકમાં ચાર થી છ ઈંચ વરસાદ વચ્ચે સણોસરાનો પુલ તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. રસાલા ડેમ પાસે બાઈક તણાયું હતું, પણ સદનશીબે યુવકનો બચાવ થયો હતો. જામનગર જિલ્લામાં આજે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. જામનગરમાં મીની વાવાઝોડા સાથે અનરાધાર ત્રણ ઈંચ વરસાદથી મોટી ખાનાખરાબી સર્જાઈ હતી. એ જ રીતે જામજોધપુરમાં પણ આજે ત્રણ ઈંચ, ધ્રોલમાં બે ઈંચ, લાલપુર અને કાલાવડમાં દોઢ ઈંચ વરસાદથી સર્વત્ર પાણી ફરી વળ્યા હતા.

50થી વધુ વૃક્ષો ધરાશાયી

જામનગર શહેરમાં ભારે તોફાની પવન સાથેના એક કલાકનાં ભયાવહ વરસાદના કારણે 50થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. જેનાં કારણે 20 થી વધુ વાહનોના કચ્ચરઘાણ નીકળ્યા હતા. 15થી વધુ વિસ્તારોમાં વીજપોલ પડી ગયા હતા. જેથી શહેરના મોટાભાગના વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો હતો. જયારે જામનગરના ગોકુલનગર વિસ્તારમાં વરસાદી વીજળી પડવાના કારણે એક કારખાનાના ત્રણ શેડ ધરાશાયી થઈ જતાં શેડની નીચે કામ કરી રહેલા ત્રણ શ્રમિકો તેમજ કારખાનેદાર સહિત ચાર લોકોને ઇજા થઈ હતી, જયારે અન્ય 11 લોકોનો બચાવ થયો હતો.

ભારે ગાજવીજ ના કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી જામનગર મહાનગરપાલિકાના કંટ્રોલરૂમમાં સતત ટેલિફોન રણકતા રહ્યા હતા. જોકે એકાદ કલાકના સમયગાળા પછી વરસાદ થંભી ગયો હતો, જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

રાજકોટમાં છૂટાછવાયા ઝાપટાં

રાજકોટ જિલ્લામાં પણ છૂટાછવાયા ઝાપટાં વરસ્યા હતા. રાજકોટ શહેરમાં બપોરે તડકા-છાંયા વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો હતો. જામકંડોરણામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. ઉપલેટામાં ઝાપટું પડયું હતું, પણ આસપાસનાં ઢાંક ગામે આભ ફાટયું હોય એમ બપોરે દોઢ વાગ્યાથી એક કલાકમાં જ સાંબેલાધારે સાડાત્રણ ઈંચ અને મોટીપાનેલી ગામે એક કલાકમાં અનરાધાર અઢી ઈંચ વરસાદથી સૃથળ ત્યાં જળની સિૃથતિ સર્જાઈ હતી. આ સાથે સાતવડી, માંડાસણ, વાલાસણ વગેરે ગામોમાં પણ સારા વરસાદનાં વાવડ મળ્યા હતા.

મોરબી જિલ્લામાં આજે મેઘરાજાની પધરામણી થઈ હતી. મોરબીમાં ફકત ઝાપટું પડયું હતું, પણ વાંકાનેરમાં સાંજે ચાર વાગ્યાથી ધોધમાર વરસાદ ચાલુ થયો હતો અને બે કલાકમાં બે ઈંચ જેટલો વરસી જતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું. જયારે ટંકારા અને માળિયા મિંયાણામાં પણ અડધો ઈંચ મેઘમહેરથી લોકોનાં જીવમાં જીવ આવ્યો હતો.

દ્વારકામાં અડધો ઈંચથી દોઢ ઈંચ સુધીનો વરસાદ

દ્વારકા જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં ભારે ઝાપટાથી અડધો ઈંચથી દોઢ ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. તેમાં સૌથી વધુ ખંભાળિયા અને ભાણવડ પંથકમાં બપોરે ગાજવીજ સાથે દિવસ દરમિયાન દોઢ ઈંચ વરસાદ વરસી ગયો હતો. દ્વારકામાં અડધો ઈંચ અને કલ્યાણપુરમાં ઝાપટું વરસ્યું હતું. એ જ રીતે આજે ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળમાં દોઢ ઈંચ વરસાદથી માર્ગો જળબંબોળ બન્યા હતા.

કોડિનારમાં એક ઈંચ, સુત્રાપાડામાં પોણો ઈંચ, ઉનામાં અડધો ઈંચ અને તાલાલામાં ઝાપટું પડયું હતું. પોરબંદર જિલ્લામાં આજે મેઘાવી માહોલ વચ્ચે કુતિયાણામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. જયારે પોરબંદર અને રાણાવાવમાં હળવા-ભારે ઝાપટાથી લોકોએ સંતોષ માનવો પડયો હતો. એ જ રીતે અમરેલી જિલ્લામાં પણ આજે અમરેલી અને જાફરાબાદમાં માત્ર ઝાપટાં વરસાવીને મેઘરાજા હાથતાળી આપી ગયા હતા.

Read Also

Related posts

જૂના LPG સિલિન્ડરના દિવસો ગયા! ઘરે લઇ આવો આ નવો કંપોઝિટ ગેસ સિલિન્ડર, જાણો તેના ફાયદા અને કિંમત

Bansari

ઓહ માય ગોડ! શર્ટલેસ મિલિન્દને સોમનને જોઈ પોતાની રોકી નહિ શકી મલાઈકા અરોરા, કરી દીધી આ હરકત

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!