GSTV
Home » News » હિલ સ્ટેશન સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ, સહેલાણીઓને સાવચેત રહેવા તંત્રની અપીલ

હિલ સ્ટેશન સાપુતારામાં ગાજવીજ સાથે વરસાદ, સહેલાણીઓને સાવચેત રહેવા તંત્રની અપીલ

વાયુ વાવાઝોડા પહેલા જ ભરૂચના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ભરૂચ અને આસપાસના પંથકમાં ઝરમર વરસાદ વરસવાને કારણે તાપમાનનો પારો થોડો નીચે ઉતર્યો. જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.

વલસાડના કોસંબા ગામે ભારે પવનને કારણે મકાનોના પતરા ઉડ્યા હતા. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો… સ્થાનિકોએ મકાનના ઉડેલા પતરા એકઠા કરી એક તરફ મુક્યા. ઘટનાને પગલે લોકો એકઠા થઇ ગયા હતા.

ડાંગના આહવા સહિત તળેટી વિસ્તારમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગુજરાત, મહારાષ્ટ્ર સહિત દેશવિદેશના સહેલાણીઓ ખાસ ગિરિમથક સાપુતારામાં પ્રવાસની મઝા માણવા આવતા હોય છે. પરંતુ વાવાઝોડાને લઇને તંત્રએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

આણંદના વિદ્યાનગરમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો. કાંઠાવાળા વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને ગરમીના ઉકળાટથી રાહત મળી.

પાદરા-વડુ પંથકમાં વાતાવરણમાં બપોર બાદ પલટો આવ્યો. ઠંડા પવનના સુસવાટા સાથે વરસાદ વરસ્યો હતો. જો કે અનેક સ્થળોએ વિજળી ગુલ થવાથી લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો.

READ ALSO

Related posts

પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતાના હાલ બેહાલ, પાક નિષ્ફળ જવાની ભીતિ

Nilesh Jethva

IFS અધિકારી વિવેક કુમારને વડાપ્રધાન મોદીનાં પર્સનલ સેક્રેટરી તરીકે નિમણૂંક અપાઇ

Riyaz Parmar

મુંબઈનાં કોલાબામાં તાજ હોટલ પાસે એક બિલ્ડીંગમાં લાગી આગ, 1નું મોત અન્ય ઘાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!