GSTV
World

Cases
4607989
Active
5350153
Recoverd
511139
Death
INDIA

Cases
220114
Active
347979
Recoverd
17400
Death

ઉત્તર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ, વિજળી ગુલ થતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ

ઉત્તર ગુજરાતના બનાસકાઠામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. પરિણામે પાલનપુર પંથક સહીતના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ હતી. વરસતા વરસાદમાં સરકારી વસાહત સામે બાઈક ચાલક ફંગોળાયો હોવાની ઘટના પણ બની.

મહેસાણાના વાતાવરણમાં પણ અચાનક પવનનું જોર વધ્યું હતું તેથી ભારે પવન સાથે આકાશમાં ધૂળની ડમરીઓ ઉડતા વાહનચાલકોને મુસીબતનો સામનો કરવો પડ્યો. ધૂળીયા વાતાવરણથી સમગ્ર વિસ્તારમાં અંધારપટ જેવો માહોલ છવાઇ ગયો.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ વરસાદની એન્ટ્રી થઇ હતી. મોડાસા નગર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરતા કાળઝાળ ગરમીથી શેકાતા લોકોને થોડી રાહત મળી. બીજી તરફ ધનસુરામાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો.

વાવાઝોડાના સંકટ વચ્ચે મહિસાગરમાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસતા ગરમીથી લોકોએ રાહત અનુભવી હતી. જીલ્લામાં ક્યારેક મધ્ય ધારે તો ક્યારેક મોટા ફોરાં સાથે મેઘરાજાની સવારી પહોંચતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

READ ALSO

Related posts

ભારતીય રેલ્વે શરૂ કરશે 90 નવી સ્પેશ્યલ ટ્રેન, ગુજરાતને મળશે આટલી ટ્રેન

Mansi Patel

Coronavirus: હવે 10 ગણો વધશે કોરોના સંક્રમણનો ખતરો, વૈજ્ઞાનિકે કર્યો ખુલાસો

Mansi Patel

lockdownમાં પુરુષો કરતા મહિલાઓના વજનમાં ઝડપથી વધારો, લાઈફસ્ટાઈલમાં પણ આવ્યા આટલા ફેરફાર

Arohi
Do NOT follow this link or you will be banned from the site!