GSTV

ખેડૂતો સાવધાન: વરસાદનું પાણી ખરાબ કરી શકે છે પપૈયાનો પાક, આ રીતે છોડને સાચવી મોટુ નુકસાન થતા અટકાવી શકો

Last Updated on July 22, 2021 by Pravin Makwana

દેશના કેટલાય ભાગોમાં હાલ વરસાદી માહોલ ચાલી રહ્યો છે. આવા સમયે પપૈયાની ખેતી કરતા ખેડતો સાવધાન રહે. આ હવામાનથી આવતી બિમારીઓના કારણે ન તો છોડનો સારો વિકાસ થઈ શકે, અને ન તો સારા ફળ આવી શકે. આવા સમયે વૈજ્ઞાનિક પદ્ધતિથી પપૈયાના પાકની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. જેથી આપની કમાણી પર તેની ખરાબ અસર ન દેખાઈ. સરકારી આંકડા મુજબ રાષ્ટ્રીય સ્તર પર પપૈયા 138 હજાર હેક્ટર ક્ષેત્રફલમાં ઉગાડવામાં આવે છે. જેનાથી કુલ 5989 હજાર ટન ઉત્પાદન થાય છે. પપૈયાની રાષ્ટ્રીય ઉત્પાદન ક્ષમતા 43.30 ટન/ હેક્ટર છે.

ડોક્ટર એસ કે સિંહ જણાવે છે કે, પપૈયાને અલગ અલગ બિમારીથી બચાવા માટે જે ટેકનિક અખિલ ભારતીય ફળ અનુસંધાન પ્રોજેક્ટ અને ડો. રાજેન્દ્ર પ્રસાદ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયથી વિકસીત કરવામાં આવી છે. તે અનુસાર પપૈયાની મોટી ખેતીમાં આ સિઝનમાં અલગ અલગ કીટાણું અને ફંગસજન્ય બિમારી રોકવાના ઉપાય કરવા જોઈએ. બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત કેટલાય પ્રદેશોમાં તેની ખેતી કરતા ખેડૂતોએ આ વરસાદી સિઝનમાં ખાસ ધ્યાન આપવાની જરૂર છે.

આ બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી

  • હાલ વરસાદ થઈ રહ્યો છે. આવા સમયે પપૈયાને પાણીથી બચાવવા માટે ખૂબ જરૂરી છે. જો પપૈયાના ખેતરમાં 24 કલાક પાણી ભરાઈ રહે તો પપૈયાના છોડને ભારે નુકસાન થઈ શકે છે. પાણી ભરાવના નુકસાનથી બચાવવા માટે પપૈયાના છોડની આસપાસ 4-5 ઈંચ ઊંચા ઘેરાવ બનાવી નાખો.
  • પપૈયાના સ્પોટ જીવાણુથી બચાવવું ખૂબ જરૂરી છે. તેથી 2 ટકા લીમડાનો તેલ, જેમાં 0.5 મીલી/ લીટર સ્ટીકર ભેળવીને એક એક મહિનાના અંતર પર તેનો છંટકાવ કરવો, આવું આઠ મહિના સુધી કરવું જોઈએ.
  • ઉચ્ચી ક્વાલિટીના ફળ અને પપૈયાના છોડમાં રોગવિરોધી ગુણ ઉત્પન્ન કરવા માટે જરૂરી છે યુરિયા 5 ગ્રામ, જિંક સલ્ફેટ 04 ગ્રામ, બોરાન 04 ગ્રામ, લીટર પાણીમાં મેળવીને એક એક મહિનાના અંતરે તેનો છંટકાવ આઠ મહિના સુધી કરવો.
  • આ સિઝનમાં પપૈયા સૌથી વધારે ઘાતક બિમારીથી ઝકડમાં આવે છે. તેથી ક્સાકોનાજોલ 2 મીલી દવા/ લિટર પાણીમાં ભેળવીને એક એક મહિનાના અંતરે માટીમાં સારી રીતે ભેળવી દો. આ કામ આઠ મહિના સુધી કરવુ જોઈએ. એક મોટા છોડ માટે 5-6 લીટર દવા ઘોળવી જરૂરી છે.
  • ચોમાસાના વરસાદમાં પપૈયાના બચાવવા ખૂબ જરૂરી છે. યોગ્ય દેખરેખથી તેમાં આખુ વર્ષ ફળ લાગશે અને ખેડૂતોને ફાયદો થશે. તેના કારણે દેશના અમુક ભાગમાં સારામાં સારી ખેતી થાય છે. જ્યારે પુર અને જળભરાવવાળા વિસ્તારોમાં આટલી સારી ખેતી થઈ શકતી નથી.

READ ALSO

Related posts

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel

સાવધાન / બાળકો માટે ખૂબ જ જોખમકારક છે ઓનલાઇન ક્લાસ, શરીરની સાથે-સાથે મગજ પર પણ પડે છે ખરાબ અસર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!