GSTV
Home » News » રાજ્યના અનેક વિસ્તારમાં ફરી મેઘરાજાની એન્ટ્રી, આંબરડીમાં ધોધમાર વરસાદ

રાજ્યના અનેક વિસ્તારમાં ફરી મેઘરાજાની એન્ટ્રી, આંબરડીમાં ધોધમાર વરસાદ

પંચમહાલ પંથકમાં પણ લાંબા વિરામ બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. અને ગોધરા સહિતના આસપાસના વિસ્તારોમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ઠંડક પ્રસરી છે. મહિસાગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને જિલ્લાના અનેક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ વરસ્યો છે. ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

છોટાઉદેપુરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ નસવાડીમાં વરસાદ શરૂ થયો છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.અને ખેડતોમાં ખુશી જોવા મળી રહી છે. બોડેલી પંથકમા લાંબા વિરામ બાદ વરસાદનાં આગમનથી સમગ્ર વાતાવરણમાં પરિવર્તન આવ્યુ.પંથકમાં ઝરમર ઝરમર વરસાદ બાદ ગરમીથી લોકોને છુટકારો મળ્યો સાથેસાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી. ખેતી માટેનાં વરસાદને લઇને ખેડૂતોમાં ખુશી છવાઇ.

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ ફરી વખત મેઘરાજા મહેરબાન થયા છે. આંબરડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત મળી છે. ભારે વરસાદને પગલે આંબરડીનાં રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી છે. તો બીજી બાજુ વાવણી બાદના વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

તાપી જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ

તાપી જિલ્લાનાં કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો. જીલ્લાનાં વ્યારા, વાલોડ, ડોલવણ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં શીતળતા ફેલાઇ હતી. વરસાદ શરૂ થતાં લોકોમાં આનંદ જોવા મળ્યો હતો.

READ ALSO

Related posts

64 મેગાપિક્સલ કેમેરા સાથે ભારતમાં લોન્ચ થયો Redmi Note 8 Pro, આ છે તેના ફિચર્સ

pratik shah

ગર્લફ્રેન્ડ સમજીને પોલીસ સાથે ચૅટ કરતો રહ્યો બદમાશ, પછી જે થયું એ જોરદાર છે…

Bansari

બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા મુદ્દે સરકારે કરી મોટી જાહેરાત, ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!