રાજકોટમાં છેલ્લા બે દિવસથી સતત વરસાદ ચાલુ રહયો છે છેલ્લા ૩૦ કલાકમાં આઠ ઈંચ જેટલો વરસાદ પડતા શહેરનાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા હતા કેટલાકની ઘરવખરી તણાઈ ગઈ હતી. આજી નદીમાં આવેલા ઘોડાપૂરથી કાંઠા વિસ્તારનાં મકાનોમાં પાણી ફરી વળતા લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૭૭૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ હતુ. રાજકોટમાં આજે સવારે આઠ વાગ્યે પુરા થતા ર૪ કલાક દરમિયાન પાંચ ઈંચ જેટલો વરસાદ પડયો હતો જયારે દિવસ દરમિયાન હળવા ભારે ઝાપટા ચાલુ રહેતા બપોર સુધીમાં વધુ ત્રણ ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો.
શહેરમાં અત્યાર સુધીમાં ૩૮ ઈંચ જેટલો વરસાદ
શહેરમાં અત્યાર સુધીમાં ૩૮ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. રામનાથ મહાદેવ મંદિર ફરી એક વાર પાણીમાં ડુબ્યુ હતુ. જંગલેશ્વર, ભવાનીનગર , રેલનગર, લલુડી વોંકળો સહિતના વિસ્તારમાં પાણી ઘુસી ગયા હતા. કેટલાક ઘરોમાં પાણી ફરી વળતા ઘરવખરી તણાઈ ગઈ હતી. રામનાથ મંદિર આસપાસનાં એરીયામાં છેલ્લા બે દિવસથી આજીનાં ધસમસતા પાણી ફરી વળતા ભારે નુકશાન થયુ હતુ.

રાજકોટમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ
રાજકોટને છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહયો છે આજી નદીનાં કાઠે રહેતા હજારો લોકો પુરનાં પાણીથી ભારે મુશ્કેલી વેઠી રહયા છે ત્યારે દોઢેક દિવસ સુધી લોકો પરેશાની વેઠયા બાદ આજે સોમવારે સવારે મેયર , કમિશનર સહિતનાં અધિકારીઓ અને પદાધિકારીઓએ વિસ્તારોની મુલાકાત લઈ તારાજી નિહાળી હતી. લલુડી વોંકળા નજીક રહેતા લોકોએ તો અધિકારીઓને આક્રોશ સાથે આપવીતી વર્ણવી હતી.

નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૭૭૦ લોકોનું સ્થળાંતર
શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાંથી ૧૭૭૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ તેમને શાળા નંબર ૭૦, ૪૩ અને ૧૦૦ માં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. રાજકોટ શહેરમાં પૂરનાં પાણીથી ફસાયેલા લોકોને સ્થળાંતર કરવા સહિતની કામગીરીમાં કોર્પોરેશનની મદદ માટે એસએનડીઆરએફ ની ૮૦ સભ્યોની એક ટીમ મોકલવામાં આવી છે.
Read Also
- મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ
- સુરત/ પલસાણા નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું થયું મોત
- અમદાવાદના વટવા સૈયદવાડી વિસ્તારમાં સામાન્ય બાબતમાં બે કોમ વચ્ચે થયો પથ્થરમારો
- થરાદની નર્મદા કેનાલમાંથી મળેલા યુવકના મૃતદેહને સ્વિકારવાનો પરિવારે કર્યો ઈન્કાર
- પેટલાદના વટાવ પાસે ગાડી અને બાઈક વચ્ચે ભયંકર અકસ્માત, બે વ્યક્તિના થયા મોત