GSTV
World

Cases
5345964
Active
7395056
Recoverd
578562
Death
INDIA

Cases
319840
Active
592032
Recoverd
24309
Death

રેઇન રેઇન ગો અવે : અડધી સેમિફાઇનલ આજે…

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની વર્લ્ડ કપની સેમિફાઈનલમાં વરસાદે આજે ચાહકોના રંગમાં ભંગ પાડયો હતો. ન્યુઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી અને સ્કોર ૪૬.૧ ઓવરોમાં પાંચ વિકેટે ૨૧૧ રન હતો ત્યારે આગાહી પ્રમાણે વરસાદ પડતા ખેલાડીઓ પેવેલિયનમાં પરત થયા હતા.  ત્યારે એવું જ લાગતું હતું કે થોડી મિનિટોના હળવા વરસાદ પછી મેચ ફરી શરૂ થશે પણ અવારનવાર ઝાપટા ચાર કલાક સુધી પડતાં જ રહેતા અમ્પાયરો અને રેફરીએ નિયમ મુજબના કલાકોની રાહ જોઈને એવી જાહેરાત કરી હતી કે હવે મેચ રીઝર્વ ડે એટલે કે આવતીકાલે આગળ ચાલશે અને ન્યુઝીલેન્ડ તેની બેટિંગ ૪૬.૧ ઓવરમાં પાંચ વિકેટે ૨૧૧ રનના સ્કોરથી આગળ રમશે અને તે પછી ભારતને પુરી ૫૦ ઓવરોમાં ટાર્ગેટ પુરૂ કરવા માટે મળશે. અલબત્ત આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી તો છે જ તે જોતા ૨૦ ઓવરો ભારતે રમી કાઢી હશે તો ભારતને ડક્વર્થ લુઈસ પ્રમાણે ટાર્ગેટ મેળવ્યો છે કે નહીં તે જોવાનું રહેશે.

કાલે પણ મેચ ના રમી શકાય કે ભારતની ૨૦ ઓવર પહેલાં જ વરસાદ પડે અને તે પછી મેચ ના રમાય તો ભારત પોઈન્ટ ટેબલમાં વધુ પોઈન્ટ ધરાવતું હોઈ ફાઈનલમાં પ્રવેશવા હકદાર બનશે. આઈસીસી દ્વારા આ સિઝનમાં ઈંગ્લેન્ડમાં વર્લ્ડકપનું આયોજન થયું તે બદલ ચાહકોએ સોશિયલ મીડિયા પર અને એકબીજાને અંગત મળતા ભારે રોષ ઠાલવ્યો હતો.

જોકે ભારતના સદ્નસીબે આજે પરિણામ આવે તેટલી રમત શક્ય નહતી બની. ન્યુઝીલેન્ડના ૪.૫૭ રન પ્રતિ ઓવરની સરેરાશથી વિકેટે ૨૧૧ રન (૪૬.૧) થયા હતા તો પણ ભારતને જો આજે જ મેચ રમાઈ હોત તો ૨૦ ઓવરમાં ૧૪૮ રનનો ટાર્ગેટ એટલે કે પ્રતિ ઓવર ૭.૩ રનની એવરેજથી રમવાનું આવ્યું હોત જે વરસાદી વાતાવરણમાં ભારે પણ પડી શકત.

અમ્પાયરોએ ભારતીય સમય પ્રમાણે રાત્રે ૧૦.૪૦ વાગે પીચ અને ગ્રાઉન્ડ કંડિશનનું નિરીક્ષણ કરતાં અગાઉ ભારતના અને ન્યુઝીલેન્ડના ડ્રેસિંગ રૂમમાં જઈને મેદાનની સ્થિતિથી વાકેફ કરી કેપ્ટન કોહલી અને વિલિયમસનના મંતવ્ય લીધા હતા. જોકે આખરી નિર્ણય તો અમ્પાયરો જ રેફરી જોડે મસલત કરીને લેતા હોય છે. અમ્પાયરો હજુ તો પરીક્ષણ માટે મેદાન પર ઉતર્યા ત્યારે જ ફરી વરસાદ પડતા તેઓએ મેચને આવતીકાલે આગળ ધપાવવાનો ભારે અનિશ્ચિતતા બાદ આખરી નિર્ણય લીધો હતો.

ભારત માટે સુખદ બાબત હતી કેમ કે બોલ્ટ, ફર્ગ્યુસન અને ગ્રાન્ધોમ સામે ભારતને ૨૦ ઓવરોમાં ૧૪૮ રન કરવાનો પડકાર સર્જાયો હોત. જોકે હજુ પણ આવતીકાલે વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. બાકીના ૨૩ બોલમાં ૨૫થી ૩૫ રન ઉમેરીને ન્યુઝીલેન્ડ ૨૪૦ રનનો સ્કોર ખડો કરે તો ભારત માટે એટલું આસાન પણ નહીં રહે. ભારતના બોલરોએ આજે ખૂબ જ પ્રસંશનીય બોલિંગ નાંખી હતી. આ તો ભારતનું કમનસીબ કે વરસાદે લય ખોરવી કાઢ્યો. વિલિયમસન અને નિકલ્સ (૨૮) બીજી વિકેટની ૬૮ રનની અને વિલિયમસન (૬૭) અને ટેલરે (૬૭ રમતમાં) ત્રીજી વિકેટની ૬૫ રનની ભાગીદારી નોંધાવી ન્યુઝીલેન્ડને ૨૦૦ રન પાર કરાવ્યું હતું.

ભારતના બોલરો પૈકી બુમરાહ ૮ ઓવરમાં ૨૫ રનમાં ૧ વિકેટ તેમજ જાડેજા ૧૦ ઓવરમાં ૩૪ રન આપી ૧ વિકેટનો પ્રભાવ એવો હતો કે ન્યુઝીલેન્ડના રનરેટ પર સતત લગામ રહી હતી. ભારતની ફિલ્ડિંગ નબળી હોઈ ન્યુઝીલેન્ડને કેટલાક રન ભેટમાં મળ્યા હતા. ૧૦ ઓવરોનાં અંતે ન્યુઝીલેન્ડના ૧ વિકેટે ૨૭ રન જ હતા. પ્રથમ પાંચ ઓવરમાં પાંચ રન જ નોંધાયા હતા.

ન્યુઝીલેન્ડ સામે ભારતના બોલરોની ચુસ્ત બોલિંગ

ઓવરરન
૫/૧
૧૦૨૭/૧
૧૫૫૫/૧
૨૦૭૩/૨
૨૫૮૩/૨
૩૦૧૧૩/૨
૩૫૧૩૩/૨
૪૦૧૫૫/૩
૪૬.૧૨૧૧/૫

ભારતને 20 ઓવરોમાં 148 રન કરવાના આવ્યા હોત

ચાહકો વર્લ્ડકપના તરંગી તુક્કા જેવા નિયમોથી રોષે ભરાયા

હવે અધૂરી મેચ આજે આગળ રમાનાર હોઇ ભારતીય કેમ્પમાં હાશકારો

વર્લ્ડકપનું આયોજન વરસાદી માહોલ અને આગાહી છતાં આઈસીસીએ ઈંગ્લેન્ડમાં કરતા ચાહકો પહેલેથી જ રોષે ભરાયેલા છે ત્યારે આજે ન્યુઝીલેન્ડ સામેની સેમિફાઈનલ જીતી જવાના સંજોગો ઉભા કરી ભારત આગેકૂચ કરી રહ્યું હતું ત્યાં વરસાદે વિઘ્ન પાડતા ચાહકોના રંગમાં તો ભંગ પડયો જ હતો પણ સેમિફાઈનલમાં વરસાદ પડે તો અને રીઝર્વ ડે પણ ફાળવાયો છે છતાં કઈ રીતે પરિણામ લાવવું તે અંગે સામાન્ય ક્રિકેટ ચાહકો જ નહીં પણ ખુદ વર્તમાન અને ભુતપૂર્વ ક્રિકેટરો અને વિવેચકો પણ અજાણ હતા.

નિયમમાં એવું બહાર આવ્યું કે શક્ય ત્યાં સુધી મોડી રાત્રે પણ મેચ રમાડીને ડક્વર્થ-લુઈસના નિયમ પ્રમાણે ભારતને ટાર્ગેટ આપીને પરિણામ લાવવું અને જરૂર પડે તો જ મેચ બીજા દિવસે આગળ ધપાવવા આવા સંજોગોમાં ભારતને ૨૦ ઓવરોમાં ૧૪૮, ૨૫ ઓવરોમાં ૧૭૨ અને ૩૦ ઓવરોમાં ૨૦૯ રનનો ટાર્ગેટ નક્કી થયો હતો. ભારતે ન્યુઝીલેન્ડને ૪.૫૭ રન પ્રતિ ઓવરમાં સીમીત રાખ્યું અને ભારતને પ્રતિ ઓવર સાત રનથી રમવાનું આવ્યું હોત.

ન્યુઝીલેન્ડના ચાહકો અને ટીમ પ્રાર્થના કરતા હશે કે આજે જ ડક્વર્થ ટાર્ગેટ પ્રમાણે મેચ પૂર્ણ થાય પણ વરસાદે મોડી રાત્રી સુધી રમત જ આગળ ધપવા નહતી દીધી. ક્રિકેટની વેબસાઈટ્સ પણ નિશ્ચિત નિયમોથી અજાણ હોઈ અવનવી થિયરી કે અડધા પ્રશ્નો છોડીને સંભવના રજૂ કરતા હતા. ભારતના ચાહકો એક  તબક્કે વિચિત્ર નિયમને કારણે સેમિ ફાઇનલમાં જ હારી જાય તેવી શક્યતા જોતાં મૂડ વગરના અને આક્રોશ સાથે આઇસીસી પર બળાપો કાઢતા હતા.

READ ALSO

Related posts

આંતરિક વિખવાદોથી કોંગ્રેસ પાર્ટી મરણપથારીએ, સોનિયા અને રાહુલ ન જાગ્યા તો પતન થશે

Ankita Trada

ધોની પછી વિરાટ કોહલીએ નવા લૂકથી ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા

Ankita Trada

ખેડૂતો માટે ખુશખબર : ગુજરાતમાં સરપ્લસ રહેશે ચોમાસું, ખરીફ પાક ટનાટન થશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!