GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

હવામાન વિભાગની મોટી આગાહી : આ વખતે ગરબા રમવા છત્રી લઈને જ જજો, મેઘરાજા બનશે વિલન

નવલી નવરાત્રિને હવે એક સપ્તાહ કરતાં પણ ઓછો સમય હવે બાકી છે અને ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે થનગની રહ્યા છે. જોકે, આ વખતે નવરાત્રિ દરમિયાન મેઘરાજા રંગમાં ભંગ પાડી શકે છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં નૈઋત્યનું ચોમાસું હજુ ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી રહી શકે છે અને જેના પગલે અનેક જિલ્લાઓમાં નવરાત્રિ દરમિયાન વરસાદ નું પ્રભુત્વ જોવા મળશે.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે ગુજરાતમાંથી સામાન્ય રીતે સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહ સુધીમાં નૈઋત્યનું ચોમાસું વિદાય લઇ લેતું હોય છે. પરંતુ આ વખતે હવામાનની અત્યારની સ્થિતિ જોતાં ઓક્ટોબરના પ્રથમ સપ્તાહ સુધી નૈઋત્યનું ચોમાસું રહી શકે છે. આમ, આ વખતે ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોનું સૌથી લાંબું ચોમાસું જોવા મળી શકે છે.

અમદાવાદની વાત કરવામાં આવે તો નવરાત્રિના પ્રથમ ચાર નોરતાં દરમિયાન હળવાથી મધ્યમ ઝાપટાં પડે તેવી પૂરી સંભાવના છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં રવિવારે છૂટાછવાયા ઝાપટાં પડયા હતા. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આવતીકાલે બપોર બાદ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. બીજી તરફ હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘ગુજરાતના દરિયાઇ વિસ્તારોમાં સર્જાયેલું ડિપ્રેશન આગામી ૨૪ કલાકમાં ચક્રાવાતમાં ફેરવાશે અને આગામી ૭૨ કલાકમાં પશ્ચિમ-ઉત્તરપશ્ચિમમાં ઓમાનના સમુદ્રી વિસ્તાર તરફ ધપશે. ‘

READ ALSO

Related posts

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા, 96 લાખની જૂની નોટ સાથે બે લોકોની ધરપકડ

Nilesh Jethva

રાજ્યમાં કોરોનાના બની રહ્યા છે નવા રેકોર્ડ, સતત 600 પ્લસ નવા પોઝીટીવ સાથે 7 દિવસમાં 4500થી વધુ કેસ

Harshad Patel

મહિન્દ્રા બોલેરો બધી કારને પાછળ રાખીને આ રીતે નંબર -1 પર, આ કારોના વેંચાણમાં થયો વધારો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!