GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

હિમાચલ પ્રદેશમાં ભારે બરફ વર્ષા અને વરસાદની ચેતવણી, હવામાન વિભાગે ‘યલો વોર્નિંગ’ જાહેર કરી

હિમાચલ પ્રદેશમાં આગામી બે દિવસમાં ભારે બરફ વર્ષા અને વરસાદની ચેતવણી સાથે હવામાન વિભાગે ‘યલો વોર્નિંગ’ જાહેર કરી હતી.

પશ્ચિમોત્તર ભારત પર અરેબિયન સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધતા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે હિમાચલની પશ્ચિમી પર્વતમાળામાં ભારે બરફ વર્ષા થશે તેમ તેમણે જણાવ્યું હતું.

શીમલા, ચાંબા, કુલ્લુ, લાહોલ સ્પિતિ અને કિન્નોર જિલ્લામાં બરફ વર્ષા અને કરા સાથે વરસાદથી ઘણા રસ્તા બંધ થવાની સંભાવના છે. દરમિયાન આજે શિમલામાં સાત, કુફરીમાં ૩૫ અને ડેલહાઉસીમાં ૩૫ સેન્ટીમીટર બરફ પડયો હતો. પરિણામે તાપમાનનો પારો ઘટયો હતો. કિલોંગ માઇનસ ૮.૫ ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું.

પંજાબ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થયો તો. હવામાન વિભાગે જણાવ્યા મુજબ પંજાબના અમૃતસર, પતિયાલા અને પઠાણકોટ સહિતના વિસ્તારોમાં વરસાદ થયો હતો.

હરિયાણાના અંબાલામાં ઝાપટાં પડયા હતા. હવામાન વિભાગે આગામી ૨૪ કલાકમાં વધુ વરસાદની આગાહી કરી હતી. વરસાદને પગલે તાપમાનનો પારો નીચો ગયો હતો. ચંડિગઢમાં ૧૧.૮, અંબાલામાં ૧૨.૫ કરનાલમાં ૧૧.૬ ડિગ્રી તાપમાન નોંધાયા હતા. પંજાબના અમૃતસરમાં ૬.૬ ડિગ્રી સહિત અન્ય શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં નીચા રહ્યા હતા.

Related posts

મનની મનમાં રહી જશે: કોંગ્રેસના આ ધારાસભ્યે એવું કહી દીધું કે, સચિન પાયલોટને છોડો, હવે સિંધિયાને પણ ઊંઘ નહીં આવે

Pravin Makwana

જમ્મુ કાશ્મીરમાં કડકાઈ સાથે લાગૂ થયુ લોકડાઉન, શ્રીનગરનો લાલચોક કરી દીધો સીલ

Pravin Makwana

સૌથી મોટા સમાચાર, સચિન પાયલોટ કોંગ્રેસમાંથી રાજીનામુ આપી શકે છે, જેપી નડ્ડાની હાજરીમાં ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા-સૂત્ર

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!