GSTV

24 કલાકમાં રાજ્યના 101 તાલુકામાં વરસાદ, અહીં સૌથી વધુ 4.5 ઈંચ

વરસાદ

Last Updated on July 15, 2020 by Arohi

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 101 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સુરત સિટીમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. નવસારીમા પણ 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સુરતના ચોર્યાસીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે. તો બોટાદમાં સવા બે ઈંચ વરસાદ પડ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 9 તાલુકામાં 2 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો રાજ્યના 17 તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

16 અને 17 જુલાઈ ભારે વરસાદની આગાહી

આજે સવારથી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે પણ દક્ષિણ ગુજરાતના તાલુકામાં વરસાદનું જોર રહ્યું છે. વલસાડના ઉમરગામ અને સુરતના ચોર્યાસીમાં આજે સવારે 1.5 ઇંચ કરતા વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારીના જલાલપોરમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16 અને 17 જુલાઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ, જૂનાગઢમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદ

આ જિલ્લાઓમાં ભારે વરસાદ

તેમજ નવસારી, વલસાડ, દિવ, દમણમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દાદરા નગર હવેલી, સુરત, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપીમાં ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઇ શકે છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તો મધ્ય ગુજરાત અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Read Also

Related posts

વડોદરા / ઓમિક્રોનના સંભવિત ખતરાને જતા SSG હોસ્પિટલ સજ્જ, આઈસીયુ, ઓક્સિજન સહિતની સુવિધાઓ તૈયાર ઉભી કરાઈ

Zainul Ansari

સોમનાથના ત્રિવેણી સંગમમાં NDRFનું રેસ્ક્યુ ઓપરેશન, ત્રણના બચાવ્યા જીવ પછી જરૂરી મેડિકલ સારવાર આપી!

pratik shah

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન આગામી 19મી ડિસેમ્બરે, રાજ્યમાં 12 ટકા ગામો થયા સમરસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!