GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

સૌરાષ્ટ્રભરમાં કોરોના નહીં પણ વરસાદનો હાહાકાર : 12 સ્ટેટ હાઇવે સહિત 90 રસ્તાઓ બંધ, નીકળવાનું ટાળજો

વરસાદ

સૌરાષ્ટ્રભરમાં છેલ્લા બે દિવસથી પડેલા અનરાધાર વરસાદથી સૌરાષ્ટ્રનાં ૧ર સ્ટેટ હાઈ – વે સહિત ૯૦ જેટલા માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. સૌથી વધુ અસર દેવભૂમિ દ્રારકા જિલ્લાને થઈ હતી જો કે સૌરાષ્ટ્રનાં તમામ નેશનલ હાઈ – વે હાલ ચાલુ છે કયાંક પાણી ભરાયા હતા પરંતુ વરસાદે વિરામ લેતા હાઈ – વે પર વાહન વ્યવહાર પૂર્વવત બન્યો છે.

સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે પડેલા વરસાદથી અનેક માર્ગો પર ધોવાણ થયુ છે. ૧ર સ્ટેટ હાઈ – વે અને ૭પ પંચાયત હસ્તકનાં મળીને કુલ ૯૦ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા હતા. રાજકોટ જિલ્લામાં પંચાયતનાં ૭ સહિત કુલ ૮ , મોરબી – ૧ , દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ચાર સ્ટેટ હાઈ – વે અને ૩૦ પંચાયતનાં મળીને ૩૪ માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. જમનગરમાં ૧ સ્ટેટ હાઈ – વે અને ૧૭ પંચાયતનાં મળીને કુલ ૧૮ , જૂનાગઢ જિલ્લામાં ર સ્ટેટ હાઈ – વે સહિત ૧૧, પોરબંદર જિલ્લામાં ચાર સ્ટેટ હાઈ – વે સહિત કુલ ૧૭ માર્ગો અને કચ્છમાં ૧ માર્ગ પર વાહન વ્યવહાર બંધ કરવો પડયો હતો.

વરસાદ

દ્વારકામાં બારે મેઘ ખાંગા

દેવભૂમિ દ્રારકા જિલ્લામાં બારે મેઘ ખાંગા થતા સોૈથી વધુ અસર થઈ હતી. મૂશળધાર વરસાદ અને સાની સહિતનાં ડેમોમાંથી પાણીનો મોટો પ્રવાહ છોડવામાં આવતા નદીઓનાં ઘોડાપૂર રસ્તાઓ પર ફરી વળ્યા હતા. રાવલ – કલ્યાણપૂર , ખંભાળીયા – ભાણવડ, ઓખા – મીઠાપુર સહિતનાં મુખ્ય માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી ભારે વરસાદ રહયા બાદ આજે વરસાદે વિરામ લેતા હવે માર્ગો પર ધીરે ધીરે પાણી ઓસરી રહયા હોય માર્ગો ફરીથી ચાલુ કરવામાં આવી રહયા છે. દેવભૂમિ દ્રારકા કલેકટરે જણાંવ્યુ હતું કે સાનીનું પાણી જયાં ફરી વળ્યુ હતુ તે રાવલ અને કલ્યાણપુર સિવાય બાકીનાં સ્ટેટ હાઈ – વે ચાલુ થઈ ગયા છે. હજુ કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી.

વરસાદ

રાજકોટમાંથી પસાર થતો સ્ટેટ હાઇવે બંધ

રાજકોટ જિલ્લામાં થી પસાર થતો કોઈ સ્ટેટ હાઈ – વે બંધ કરવામાં આવ્યો નથી પરંતુ પડધરી અને ઉપલેટા પંથકમાં ભારે વરસાદથી જિલ્લા પંચાયત હેઠળનાં ૮ માર્ગો બંધ કરવામાં આવ્યા હતા. પડધરી તાલુકાનાં ઢોકળીયા – ખંભાળા , વચલી ઘોડી – પીપળીયા, પાનેલી – સાતવડી, હરીયાસરણ – સીદસર, ગઢાળા એપ્રોચ રોડ અને ખજુરડી – ખોડાપીપર પંચાયત હસ્તકનો માર્ગ બંધ કરવામાં આવ્યો હતો. છેલ્લી ઘોડી ગામ નાં રોડને ભારે નુકશાન થતા ર૦ કિ.મી.નું ડાયવર્ઝન કાઢવામાં આવ્યુ હતુ. ઉપલેટા તાલુકાનાં સાતવડી ગામ આજ સવાર સુધી સંપર્ક વિહોણુ હતુ. પાણી ઉતર્યા બાદ આ રસ્તાઓ ચાલુ થશે. મોજ ડેમનાં દરવાજા ખોલવામાં આવ્યા છે તે બંધ થશે ત્યાર બાદ હરીયાસણનો રસ્તો ચાલુ થશે તેમ જિલ્લા પંચાયતનાં સૂત્રોએ જણાંવ્યુ હતુ.

Read Also

Related posts

અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં ભીષણ આગ, આઠ દર્દીના નિપજ્યાકરૂણ મોત

pratik shah

મહારાષ્ટ્રમાં મેઘતાંડવ: લોકલ ટ્રેનોમાં ફસાયા 200 લોકો, અનેક વિસ્તારોમાં જાહેર કર્યુ રેડ એલર્ટ

Pravin Makwana

મંદિર પોલિટીક્સ: ભૂમિપૂજન આખરી દાવ હતો કે નવી ઈનિગ્સ શરૂ થશે, પાર્ટીની છબી પર લાગેલા ગ્રહણને કઈ રીતે બેલેન્સ કરવું તે પડકાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!