GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

30 મિનિટમાં જ ખાબક્યો 4 ઈંચ વરસાદ, અન્ડરબ્રીજ સ્વિમિંગ પુલમાં ફેરવાયા

વરસાદ

થોડા દિવસના વરસાદી વિરામ બાદ સૌરાષ્ટ્રમાં આજે છૂટાછવાયા સ્થળે મેઘસવારી આવી પહોંચતા મોલાત પર જાણે કાચું સોનું વરસ્યું છે. આજે ગોંડલમાં માત્ર ૩૦ મિનિટમાં ચાર ઈંચ વરસાદ પડી જતાં નગર પાણી- પાણી થઈ ગયું હતું. અને કેટલાંક સ્થળે પાણીનો ભારે ભરાવો થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બીજી તરફ, માણાવદર પંથકમાં પ્રચંડ ગાજવીજ સાથે એકતી પાંચ ઈંચ વરસાદને પગલે ખાલીખમ રસાલા ડેમ માત્ર એક કલાકમાં ભરાઈ જતાં ભારે કૌતૂક સાથે આનંદ છવાઈ ગયો હતો.

રાજકોટમાં સાંજે પાંચ વાગ્યા બાદ ધોધમાર ઝાપટું વરસી પડતા માર્ગો પર પાણી ફરી વળ્યું હતું. સેન્ટ્રલ અને વેસ્ટઝોનમાં ૩ મી.મી. તથા ઈસ્ટ ઝોનમાં ૫ મી.મી. વરસાદ નોંધાયો છે. ગોંડલમાં સવારથી જ અસહ્ય બફારા બાદ બપોરે ધોધમાર વરસાદ વરસતાં માત્ર ૩૦ મીનીટમાં ચાર ઈંચ તોફાની વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે કોલેજચોક, ગુંદાળા દરવાજા કૈલાશબાગ રોડ સહીત અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. કાશીવિશ્વનાથ રોડ પર રાતાનાલા નીચે માથાડૂંબ પાણી ભરાતાં વાહન વ્યવહાર અટકી ગયો હતો. જયારે ઉમવાડા રોડ પર અંડરબ્રીજમાં પણ ભારે પાણી ભરાતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી.

વરસાદ

ઉમવાડા અન્ડરબ્રીજ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો

ઉમવાડા અન્ડરબ્રીજ તો જાણે સ્વિમિંગ પુલમાં ફેરવાઈ ગયો હતો, તો લાલપુલ પાસે નગરપાલિકાની કચરાની ગાડી ફસાઈ પડી હતી. કોટડાસાંગાણીમાં આજે જોરદાર ઝાપટાંરૂપે પાંચ મિમિ, જેતપુરમાં અર્ધો ઈંચ, લોધિકામાં પોણો ઈંચ અને પડધરીમાં એક મિમિ પાણી વરસ્યું હતું. જામકંડોરણામાં ભારે બફારા બાદ બપોરનાં અઢી વાગ્યે વરસાદ શરૂ થયો હતો. અડધા કલાકમાં ૧૮ મી.મી. (પોણો ઈંચ) વરસાદ પડી ગયો હતો. જેનાથી લોકોને ગરમીમાં રાહત મળી હતી અને મુરજાતી મોલાતોને જીવતદાન મળ્યું હતું.

જૂનાગઢ જિલ્લામાં આજે સવારથી અસહ્ય બફારાનો અનુભવ થયો હતો. બપોરે આકાશમાં વાદળો ચડી આવ્યા હતાં. અને બે વાગ્યાથી સાંમજે છ વાગ્યા સુધીમાં વંથલીમાં અને કેશોદમાં પોણો ઈંચ વરસાદ થયો હતો. અને રસ્તા પરથી પાણી વહેતા થઈ ગયા હતાં. જૂનાગઢમાં માત્ર ૭ મી.મી. વરસાદ બાદ તડકો નીકળ્યો હતો. અને ફરી ગરમી અને બફારાનો અનુભવ થયો હતો.  જયારે ભેંસાણમાં ૮ મી.મી. અને મેંદરડામાં ૫ મી.મી. વરસાદ નોંધાયો હતો. આ સિવાય,વ શિેષત: માણાવદર પંથકમાં વીજળીના પ્રચંડ કડાકા સાથે મેઘસવારી ફરી વળી હતી. માણાવદરમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે, જયારે જાંબુડા ત્થા રોણકી ગામ બાજુ ૨થી ૩ એમ એક કલાકમાં વરસાદે આ વિસ્તારને ધમરોળી નાંખ્યું હતું.

વરસાદ

ઘોડાપુર

૧ કલાકમાં પાંચ ઈંચથી વધુ વરસાદતી ચેકડેમો નદીઓ બેફામ પાણીથી છલકાઈ જતાં જાંબુડા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. ત્યાંથી બધુ જ પાણી છલકાઈને શહેરના સૌથી લાંબા વિસ્તારના ડેમમાં આવી ગયું હતું, અને રસાલા ડેમ ૩ વાગ્યા સુધી કોરોધાકોડ હતો, પરંતુ ૪ વાગ્યા આસપાસ તો ઘોડાપૂર આવીને સમશાન પાછળનો ચેકડેમ અતિભારે પ્રવાહથી વહીને રસાલા ડેમને ભરી દીધો હતો. લોકો અચાનક જ આવેલા ઘોડાપૂરથી સફાળા જાગી ગયા હતાં! વરસાદના પ્રથમ વખતના ઘોડા પૂરનો અનેરો નજારો હતો. વેળવામાં વરસાદના પાણી નદી વોકળા બેફામ વહીને જીલાણાના પાદરમાં પહોંચ્યા છે. સણોસરા ૩.૫ , ગળવાવ ૪.૫ ઈંચ, વરસાદ પડયો હતો. જીલાણા, બુરી ૩.૫ હતો. ખેતરો જળબંબાકાર થઈ ઉઠયા છે.

તાલાલા પંથકમાં સવારથી બફારો, ગરમી બાદ તાલાલા શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જે દિવસ દરમ્યાન ૨૦ મી.મી. જેટલો વરસ્યો હતો. પંથકના ૨૫થી ૩૦ ગામોમાં આજે થયેલા વરસાદથી મુરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે. તાલાલા પંથકમાં વાવણી લાયક વરસાદ  બાદ મગફળી અને સોયાબીનનું જબરૂ વાવેતર થયું છે.

ધારી અને રાણપુરમાં અર્ધો ઈંચ તેમજ રાજુલા, ખંભાળિયા,મહુવા, જેસરમાં હળવાં-ભારે ઝાપટાં વરસ્યા હતાં. દરમિયાન, હવામાન વિભાગે તા.૩૦મીએ સૌરાષ્ટ્રના છ જિલ્લા તેમજ કચ્છમાં તેજ પવન અને ગાજવીજ સાથે વરસાદ થવાની અને પછીના બે – ત્રણ દિવસ પણ છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરી છે.

Read Also

Related posts

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva

અમદાવાદની આ હોસ્પિટલમાં શરૂ થશે પ્લાઝમાં બેન્ક, કોરોનાના દર્દીઓની સારવારમાં થશે ફાયદો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!