GSTV
Home » News » મહેસાણામાં મોડે મોડે મેઘ પધરામણી, ખેડૂતોને પડ્યા પર પાટુ

મહેસાણામાં મોડે મોડે મેઘ પધરામણી, ખેડૂતોને પડ્યા પર પાટુ

મહેસાણા જિલ્લામાં મેઘરાજાએ મોડે મોડે પધરામણી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે. મોસમના પ્રથમ વરસાદ બાદ ખેડૂતોને વરસાદની આશા હતી પણ વરસ્યો ન હતો. પાકનો ઉછેર કર્યા બાદ બીજા રાઉન્ડમાં વરસાદ તૂટી પડતા ખેડૂતોને પડ્યા પર પાટુ વાગ્યાનો ઘાટ ધડાયો છે.

ખાતર બિયારણના ખર્ચાઓ માથે પડ્યા છે. એક બાજુ પાકવીમાને લઇને છેલ્લા ઘણા સમયથી લડત ચાલાવાઇ રહી છે. પરંતુ હજુ સુધી ઘણા ખેડૂતોને પાક વીમો મળ્યો નથી. જ્યારે બીજી બાજુ પાક નિષ્ફળ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ત્યારે ખેડૂતોએ સરકારી રાહતની માંગ કરી છે.

Read Also

Related posts

એવું તો શું છે ખાસ આ મહેંદીમાં કે ભાવ છે અધધધ… 20 હજાર રૂપિયા

Arohi

કેન્દ્ર સરકાર આગામી દિવસોમાં એશિયાઈ દેશો સાથે કરશે આરસેપ કરાર, જાણો શું છે

pratik shah

ઢોંસામાંથી કીડા નીકળતા હોટલ માલિકે આપ્યો એવો જવાબ કે, તમારૂ માથુ ચકરાવે ચઢી જાશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!