GSTV

ખેડબ્રહ્મામા અને પાટણમાં લાંબા સમયબાદ મેઘરાજાની પધરામણી થતા ખેડૂતોમાં ખુશીની લહેર

લાંબા વિરામ‌ બાદ ખેડબ્રહ્મામામાં મેઘરાજાની પધરામણી થઇ છે. અચાનક પલટાયેલ વાતાવરણને કારણે વરસાદની મહેર થતા સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ગરમી અને બફારાથી છુટકારો મળતા લોકોમાં ખુશીની લહેર દોડી ગઇ હતી. વરસાદના કારણે ખેતીને નવજીવન મળતા ખેડૂતો પણ ખુશ થયા હતા. લાંબા સમયથી વરસાદ થયો ન હોવાથી ખેડૂતોમાં ચિંતા પ્રવર્તતી હતી. ખેડૂતો કાગ ડોળે વરસાદની રાહ જોઈ રહ્યા હતા તેવામાં વરસાદ થતા લોકોના જીવમાં જીવ આવ્યો છે.

પાટણ જિલ્લામાં આવ્યો વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. 20 દિવસના વિરામ બાદ સમી પથકમાં પલ્ટો આવ્યો છે. અતિશય ઉકળાટ બાદ એક વરસાદી ઝાપટું પડતા ગરમીમા આંશિક રાહત થઇ છે. વરસાદ ખેંચાતા જગતનો તાત ચિંતાતુર બન્યો હતો. ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા ખેડૂતોને વરસાદની આશા બંધાઇ છે. ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠડક પ્રસરી હતી.

READ ALSO

Related posts

આ રાજ્યના ગૃહમંત્રીએ કર્યો ધડાકો, ‘પોલીસના કારણે કોરોના ફેલાયો…’

Mayur

મુંબઈમાં કોરોના પોઝીટીવ કેસ વધુ હોવા બાબતે MCGM એ કર્યો આ ખુલાસો

Nilesh Jethva

યુપીમાં કોરોના સંક્રમિત 410 દરદીઓમાંથી અડધે અડધા તબલીગી જમાતના, 39,857 લોકો વિરૂદ્ધ FIR કરાઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!