GSTV
World

Cases
3126550
Active
2564838
Recoverd
369135
Death
INDIA

Cases
869995
Active
86984
Recoverd
5164
Death

મંદી અને કોરોનાથી ત્રસ્ત દેશવાસીઓ માટે શુકવંતી ખબર, આ વર્ષે ચોમાસુ કંઈક આવુ રહેશે

મંદી અને કોરોનાથી ત્રસ્ત દેશવાસીઓ માટે એક શુકનવંતા સમાચાર આવ્યા છે. કેન્દ્રીય હવામાન વિભાગે ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી કરી છે.

આ વર્ષે સરેરાશ 100 ટકા વરસશે વરસાદ

હવામાન વિભાગ પ્રમાણે 2020માં ચોમાસામાં સરેરાશ 100 ટકા વરસાદ વરસશે. મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સના સેક્રટરી માધવન રાજીવને જણાવ્યું કે, આ વર્ષે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે. માત્રાત્મક રીતે 2020 દરમિયાન ચોમાસામાં વરસાદ તેની લાંબી અવધિની સરેરાશના 100 ટકા રહેવાની અપેક્ષા છે, જેમાં મોડેલ ભૂલને કારણે 5 ટકા વધ-ઘટ રહી શકે છે.

ખેડૂતો માટે સારા સમાચાર

આઇએમડીએ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની સીઝન માટે લાંબા ગાળાના પૂર્વાનુમાન જાહેર કર્યું છે. લાંબાગાળાના પૂર્વાનુમાનમાં સમગ્ર દેશ માટે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચોમાસાની ઋતુની આગાહી કરવામાં આવે છે. આઇએમડી દ્વારા પ્રથમ તબક્કાની આગાહી એપ્રિલ મહિનામાં અને બીજી એક જૂનમાં જારી કરવામાં આવે છે. હાલ વધી રહેલા તાપમાનને જોતા ખેડૂતોમાં ચોમાસાની ચિંતા વધી હતી, ત્યારે હવે આ પૂર્વાનુમાનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

સારો વરસાદ રહેશે તો લોકડાઉન બાદ સ્થિતી સુધરશે

જો સ્થિતિ સામાન્ય રહી તો દેશમાં સારો પાક આવતા લોકડાઉન બાદ કોઈ વસ્તુની તંગી નહીં રહે અને જનજીવન સામાન્ય થવામાં મદદ થશે. આજે જ સરકારે બહાર પાડેલી ગાઈડલાઈનમાં ખેતીકામને મંજૂરી આપી છે અને તમામ માર્કેટીંગ યાર્ડ ચાલુ રાખવા આદેશો અપાયા છે. ચોમાસું સામાન્ય રહેવાના સમાચારે દેશવાસીઓને રાહત આપી છે.

READ ALSO

Related posts

આ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 114 પોલિસકર્મી કોરોના પોઝિટિવ, 26ના મોત

Ankita Trada

શ્રમિકોની વતન વાપસીની અસર: 871 એકમો શરૂ કરવા લીલી ઝંડી, પણ શરૂ થયા આટલા જ

Bansari

બોલીવુડના આ દિગ્દર્શકના અનાથ આશ્રમમાં 18 બાળકો પોઝિટિવ, 3 સ્ટાફના સભ્યોને પણ લાગ્યો ચેપ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!