GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

જમ્મુ કાશ્મીર અને મુંબઈમાં ભારે વરસાદ, આગામી 24 કલાકમાં આટલા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી

દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતના માોટાભાગના વિસ્તારોમાં ગરમીથી રાહત મળી છે. પવન અને હળવા વરસાદના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગે કરેલા પૂર્વાનુમાન પ્રમાણે દિલ્હી-એનસીઆરમાં આગામી થોડા દિવસો સુધી હવામાન આવું જ રહેશે.

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો પ્રભાવ ઉત્તર પશ્ચિમ ભારતથી હવે પૂર્વ તરફ વધી રહ્યો છે, જેના કારણે દિલ્હી-એનસીઆર અને ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે એટલે કે 6 જૂનના રોજ વરસાદ વરસી શકે છે. હવમાન વિભાગે આજે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, અરૂણાચલ પ્રદેશ, પૂર્વીય રાજસ્થાનના અનેક ક્ષેત્રોમાં હળવા વરસાદની આગાહી કરી છે.

મુંબઈમાં વરસાદ, અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો

મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. પરેલ, દાદર, કુર્લા, ઘાટકોપર, મલાડ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આ તરફ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં આવેલા અલીબાગ ક્ષેત્રમાં નિસર્ગ વાવાઝોડાના કારણે ભારે પ્રમાણમાં તબાહી વ્યાપી છે અને અનેક સ્થળે વૃક્ષો ધરાશયી થઈ ગયા છે.

હિમાચલના મંડીમાં મૂશળધાર વરસાદ

હિમાચલ પ્રદેશના મંડી ખાતે મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. અનેક કલાક સુધી વરસાદ વરસવાના કારણે પહાડો પરથી માટી અને પથ્થરો નીચે આવવા લાગ્યા છે. હવામાનમાં આવેલા આ પલટાના કારણે લોકોને ગરમીની સીઝનમાં ઠંડી અનુભવાઈ રહી છે. અનેક સ્થળે વરસાદ અને કરાને કારણે તાપમાન નીચું આવ્યું છે અને જૂન મહીનામાં નવેમ્બર-ડિસેમ્બર જેવી ઠંડી અનુભવાઈ રહી છે.

પુંછમાં વાદળ ફાટવાથી અનેક ઘરોને નુકસાન

જમ્મુ કાશ્મીરના પુંછ જિલ્લામાં શુક્રવારે રાતે વાદળ ફાટવાથી ખૂબ જ નુકસાન થયું છે. વાદળ ફાટ્યા બાદ વરસાદ અને પૂરના કારણે અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. કેટલાક વાહનો પણ પૂર સાથે તણાઈ ગયા છે. વાદળ ફાટવાના કારણે ડિંગલા ક્ષેત્રનો ઉપરી હિસ્સો પ્રભાવિત થયો છે પરંતુ સદનસીબે જાનહાનિના કોઈ સમાચાર નથી નોંધાયા.

દિલ્હી-એનસીઆરમાં વરસાદની આગાહી

આગામી 10 જૂન આસપાસ બંગાળની ખાડીમાં ઓછા દબાણની સિસ્ટમ રચાશે અને મધ્ય પ્રદેશ તરફથી તેની મૂવમેન્ટના કારણે ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆરમાં ભેજ વધશે. આ કારણે દિલ્હી-એનસીઆરમાં 11મી જૂનથી 13મી જૂન દરમિયાન આંધી-તોફાન સાથે હળવા વરસાદની આગાહી છે અને 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.

આગામી 24 કલાકમાં આટલા સ્થળે વરસાદની સંભાવના

આગામી 24 કલાક દરમિયાન બિહાર અને પૂર્વોત્તર ભારતના ક્ષેત્રોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ સાથે જ પૂર્વીય ઉત્તર પ્રદેશ, ગુજરાતના પૂર્વીય ભાગો, તટીય કર્ણાટક, કેરળ અને તટીય આંધ્ર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

તે સિવાય આંતરિક કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, તમિલનાડુ, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશના મોટા ભાગના વિસ્તારોમાં તથા પંજાબ, હરિયાણા, દિલ્હી, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કેટલાક સ્થળે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

READ ALSO

Related posts

નાસાનું મિશન: પહેલી વખત મનુષ્યને મંગળ પર મોકલવાની તૈયારી, જો કે વૈજ્ઞાનિકો આપી રહ્યા છે આ ચેતવણી

Pravin Makwana

દેશમાં મહામારી બની કાબૂ બહાર, ફક્ત 4 દિવસમાં નવા 1 લાખ પોઝીટીવ કેસ સાથે 8 લાખને પાર

Harshad Patel

વિકાસનું એન્કાઉંટર રહસ્યમય: પોલીસના કાફલામાં ઘણી ગાડીઓ હતી, એક્સિડન્ટ માત્ર તે ગાડી જ થયો જેમાં વિકાસ હતો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!